10 લાખ રૂપિયામાં બેસ્ટ છે આ Hatchback Car , મારૂતિ અને ટાટાની કાર સામેલ
Hatchback Car Under 10 Lakh Rupees: કાર ખરીદતી વખતે લોકો હેચબેક કારના વિકલ્પ વિશે જાણવા માંગે છે. ઉપરાંત, મધ્યમ વર્ગના પરિવારોના લોકો તેમના બજેટમાં કાર ખરીદવા માંગે છે.અહીં 10 લાખ રૂપિયાની રેન્જમાં હેચબેક કારનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આમાં સિટ્રોએન અને મારુતિ સુઝુકીના વાહનોનો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં હ્યુન્ડાઈની કાર પણ સામેલ છે. Hyundai Grand i10 Nios એક હેચબેક કાર છે. આ હેચબેક CNG અને AMT બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.92 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.56 લાખ રૂપિયા સુધી જાય છે.
Citroen C3 એ મધ્યમ વર્ગની ફેમિલી રેન્જની હેચબેક કાર છે. 2024 Citroen C3 ની એક્સ-શોરૂમ કિંમત 6.16 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 8.96 લાખ રૂપિયા સુધી જાય છે.
આ યાદીમાં Tata Tiago પણ સામેલ છે. આ કારના 27 વેરિઅન્ટ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. આ કારમાં R15 ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ છે. Tata Tiagoની એક્સ-શોરૂમ કિંમત 5.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
2024ની શાનદાર હેચબેક કારની યાદીમાં રેનો ક્વિડ પણ સામેલ છે. આ કારમાં 279 લિટરની બૂટ સ્પેસ છે. Renault Kwidની એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.45 લાખ રૂપિયા કાર ઘરે લઇ જઇ શકો છો.
મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં ક્રૂઝ કંટ્રોલ, ઓટો ગિયર શિફ્ટ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલની સુવિધા છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.