Hondaની ન્યૂ ઇલેક્ટ્રિક Activa ની ઝલક આવી સામે, શું ખરીદવાથી થશે ફાયદો ?
Honda Activa E Worth Buying Or Not: Honda Activaએ ઇલેક્ટ્રિક માર્કેટમાં એન્ટ્રી કરી છે. આ EV ઘણી સુવિધાઓ સાથે આવે છે. તેના બેટરી પેક અને રેન્જ વિશેની તમામ વિગતો અહીં જાણો. સમગ્ર દેશમાં મોટાભાગના લોકો હોન્ડા એક્ટિવાનું નામ જાણે છે, પરંતુ આ હોન્ડા સ્કૂટરને હવે નવો અવતાર મળ્યો છે. આ સ્કૂટરે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppActiva e એક મોટું નામ છે, પરંતુ ભારતીય બજારમાં તેની સાથે સ્પર્ધા કરી રહેલા બીજા ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર પહેલેથી જ છે. Activa ના આ EVને માર્કેટમાં પકડવા માટે તેના સ્પેસિફિકેશન વધુ સારા હોવા જરૂરી છે.
એક્ટિવા ઈલેક્ટ્રિક વિશે જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે આ EV એવા બેટરી પેક સાથે આવી છે, જેમાં બેટરીને સરળતાથી બહાર કાઢી શકાય છે. આ સ્કૂટર એક જ ચાર્જમાં 102 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે.
આ હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે 1.5 kWh બેટરી છે, જે આ EV ની કુલ બેટરી ક્ષમતા 3 kWh બનાવે છે. આ બેટરી પેક સાથે, આ સ્કૂટર એક જ ચાર્જમાં 102 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે.
Activa E માં ઇન્સ્ટૉલ કરેલી બેટરી બહાર કાઢી શકાય છે, પરંતુ તમે આ સ્કૂટરની બેટરીને તમારા ઘરે લઈ જઈને ચાર્જ કરી શકતા નથી. આ માટે તમારે હોન્ડાના બેટરી સ્વેપ સ્ટેશન પર જવું પડશે, જે આ EVની ખામી છે.
બેંગલુરુ દેશનું પહેલું શહેર છે, જ્યાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. એપ્રિલ 2025 સુધીમાં આ ઈલેક્ટ્રિક સ્કૂટર મુંબઈ અને દિલ્હીના માર્કેટમાં પણ પ્રવેશી જશે. આ માટે હોન્ડાએ પહેલા આ મેટ્રો શહેરોમાં સ્વેપ સ્ટેશન ખોલવા પડશે.
આ હોન્ડા સ્કૂટરના પાવર વિશે વાત કરીએ તો તે 6 kWનો પાવર અને 22 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર 80 kmphની ટોપ સ્પીડ સુધી જઈ શકે છે. એક્ટિવા ઇમાં LED અને DRL સેટ-અપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં વાદળી રંગ કંઈક અલગ છે.
એક્ટિવા Eમાં ત્રણ રાઇડિંગ મૉડ છે - ઇકો, સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ. આ સ્કૂટરને ચાવી વગર સ્ટાર્ટ કરી શકાય છે. તેમાં બ્લૂટૂથ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને યુએસબી ચાર્જરની સુવિધા છે. આ સ્કૂટરમાં વધુ સારી સ્ટૉરેજ પણ આપવામાં આવી છે, પરંતુ તેમાં ટચસ્ક્રીનની સુવિધા નથી. આ સ્કૂટરની કિંમત આ વર્ષના અંતમાં જાહેર કરવામાં આવશે. પરંતુ એક્ટિવાનું નામ જ સ્કૂટર ગ્રાહકોને તેને ખરીદવા માટે મજબૂર કરી શકે છે.