ગાડી કે બાઇકમાં ના કરાવ્યુ હોય આ કામ તો આજથી ફટાક દઇને આવી જશે 5000 રૂપિયાનો મેમો, જાણો શું છે
નવી દિલ્હીઃ જો તમે હાઇ સિક્યૂરિટી નંબર પ્લેટ એટલે કે HSRP લગાવ્યા વિના તમારુ બાઇક કે કાર રસ્તાં પર લઇને નીકળતા હોય તો ચેતી જાજો. કેમકે 15 એપ્રિલથી HSRP લગાવવાની છેલ્લી તારીખ જતી રહી છે. હવે જો તમે આ નોઇડામાં રહેતા હોય અને HSRP નંબર પ્લેટ લગાવ્યા વિના પડકાશો તો તમારુ 5000 રૂપિયાનુ ચલણ કપાઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે આ નોઇડામાં રહેતા હોય અને HSRP નંબર પ્લેટ લગાવ્યા વિના પડકાશો તો તમારુ 5000 રૂપિયાનુ ચલણ કપાઇ શકે છે.
આટલા વાહનોમાં લાગી HSRP... નોઇડાની વાત કરીએ તો નોઇડામાં કુલ 7.5 લાખ વાહન રજિસ્ટર્ડ છે, અને આમાં ફે્બ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ફક્ત 21 ટકા વાહનોની હાઇ સિક્યૂરિટી નંબર પ્લેટ લાગી શકી હતી. નોઇડામાં આ સમયમર્યાદા સુધી 1.60 લાખ વાહનોમાં જ આ નંબર પ્લેટ લગાડવામાં આવી હતી.
ચલણથી આ રીતે બચો.... HSRPના લગાડવાથી તમારુ મોટુ ચલણ ફાટી શકે ચછે, પરંતુ તમે જો હજુ સુધી HSRP નથી લગાવી શક્યા તો તરત જ HSRPનુ બુકિંગ કરી દો, અને તેની રિસિપ્ટ પોતાની ગાડીમાં રાખો. જ્યારે પણ તમારુ ચલણ ફાટવાનુ હોય ત્યારે આને તમે બતાવી શકો છો.
HSRPની ડિલીવરી ના થાય ત્યા સુધી તમે ચલણથી બચી શકો છો, અને દંડથી પણ બચી શકો છો.
શું છે HSRP? HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે, આમાં વ્હીકલનો એન્જિન અને ચેસિસ નંબર નોંધાયેલો હોય છે. આને ગાડીની નંબર પ્લેટ પર એવી રીતે ચોંટાડવામાં આવે છે, કે તે આસાનીથી ફરીથી નથી ઉખડતી. હાઇ સિક્યૂરિટી નંબર પ્લેટને ગાડીની સેફ્ટી અને સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે, આને અલગ રીતે ગાડીમાં ફિટ કરવામાં આવે છે.