Hyundai Exter : હ્યુંડાઈ એક્સટર SUVના શાનદાર ફિચર્સ-કિંમત જાણી ચોંકી જશો, જુઓ તસવીરોમાં તમામ માહિતી
હ્યુંડાઈએ દેશમાં નવી સબ કોમ્પેક્ટ SUV એક્સટર લોન્ચ કરી છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.00 લાખ છે. આ SUV Tata Punch, Citroën C3 અને Maruti Suzuki Ignis સાથે સ્પર્ધા કરશે. આ માઇક્રો-SUV સાત વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - EX, EX (O), S, S (O), SX, X (O) અને SX (O) કનેક્ટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્યુન્ડાઈએ આ મોડલના મેન્યુઅલ વર્ઝન માટે એક લીટર પેટ્રોલમાં 19.4 કિલોમીટર ચાલવાનો દાવો કરતા કહ્યું છે કે 5.99 લાખ રૂપિયાથી શરૂ કરીને તેના ટોપ મોડલની કિંમત 9.31 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
જ્યારે ઓટોમેટિક વેરિઅન્ટ મોડલની શરુઆતની કિંમત રૂ. 7.96 લાખ છે અને તે એક લિટરમાં મહત્તમ 19.2 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
Hyundai Exter ને 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા AMTના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન 82 bhp પાવર અને 113.8 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે CNG વિકલ્પ પણ છે, જે 68 Bhp પાવર અને 95.2 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે.
નવી Xeter SUVમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ છે, જે આ સેગમેન્ટમાં અન્ય કોઈ SUVમાં જોવા મળતી નથી અને સલામતીની દૃષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે. EX (O) વેરિઅન્ટને ESC પણ મળે છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ સેફ્ટી ફિચર્સ છે. એક્સ્ટરના મોટાભાગના હરીફોને ડ્યુઅલ એરબેગ્સ અથવા તો ચાર એરબેગ્સ મળે છે, તેથી એક્સ્ટર અન્ય મીની એસયુવી કારથી અલગ છે.
આ નવી Hyundai Exter એસયૂવી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. (તમામ તસવીરો Hyundai.com)