In Pics: શાનદાર છે ટાટાની Kaziranga એડિશન, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે
Tata Motors Kaziranga Edition: ટાટાએ તેની ઘણી શ્રેષ્ઠ કારની નવી આવૃત્તિઓ બહાર પાડી છે. નવી એડિશનનું નામ કાઝીરંગા એડિશન છે, જેમાં ટાટા સફારી, ટાટા હેરિયર, ટાટા નેક્સન અને ટાટા પંચ એડિશન સામેલ છે. આ તમામ SUV કાર આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ગેંડાની તર્જ પર ડિઝાઇન કરવામાં આવી છે. આમાં, ગ્રાસલેન્ડ સીડ ટેક્સ સાથે ડ્યુઅલ ટોન છતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ SUV કારની કિંમત શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata Safari Kanjirang એડિશનની કિંમત 20,99,990 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. સફારીના XZ+, 7S, XZA+, 7S, XZ+ 6S અને XZA+ 6S ટ્રીમ વિકલ્પો કાંજીરંગા એડિશનમાં રજૂ કરવામાં આવ્યા છે. આ મોડલ્સમાં આગળ અને બીજી હરોળની સીટ પર વેન્ટિલેટેડ સીટ આપવામાં આવી છે. તેમાં વાયરલેસ ચાર્જર, એર પ્યુરીફાયર અને જેટ બ્લેક 18 ઈંચ વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Tata Nexon પેટ્રોલ અને ડીઝલ કાંજીરંગા એડિશનની કિંમત અનુક્રમે રૂ. 11.73 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને રૂ. 13.80 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે. Nexon ની આ વિશેષ આવૃત્તિ ઇલેક્ટ્રો ક્રોમેટિક IRVM, ગ્રેડિયન્ટ બ્લેક બોડી સાથે આવશે.
Tata Harrier Kanjiranga એડિશનની કિંમત 20.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. આ સ્પેશિયલ એડિશન હેરિયર XZ+ અને XZS++ ટ્રિમ્સમાં આવે છે. તેમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી આપવામાં આવી છે. આ કાર Z પ્લેક 17 ઇંચના એલોય વ્હીલ્સ સાથે આવે છે.
ટાટા પંચ કાંજીરંગા એડિશનની કિંમત 8.58 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ સ્પેશિયલ એડિશન ક્રિએટિવ MT, ક્રિએટિવ MT-IRA, ક્રિએટિવ AMT અને ક્રિએટિવિટી AMT-IRA ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે.