Fastest Electric Bikes: સ્પૉર્ટ્સ બાઇકની જેમ જ ફાસ્ટેસ્ટ સ્પીડમાં દોડે છે આ પાંચ ઇલેક્ટ્રિક બાઇક, જુઓ અહીં કઇ છે પસંદ ?
Fastest Electric Bikes: ભારતમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં સ્પ્રેડ થઇ રહ્યું છે, લોકો ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીમાં રસ વધારી રહ્યાં છે. જો તમે એક સારું ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માંગો છો, તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. ઇલેક્ટ્રિક બાઇક ટુ વ્હીલર સેગમેન્ટમાં સ્પર્ધાને કારણે હવે ઈવી મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇક પણ ઓફર કરી રહી છે. અહીં બતાવેલી પાંચ ઇલેક્ટ્રિક બાઇક તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે, આ બાઇકમાં સ્પીડની સાથે સાથે લૂક પણ આકર્ષક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ અલ્ટ્રાવાયૉલેટ F77 ઇલેક્ટ્રિક બાઇક છે, જે દેખાવથી લઈને સ્પીડ સુધીના દરેક પાસાઓમાં સ્પૉર્ટ્સ બાઈક સાથે સ્પર્ધા કરે છે. તેની ટોપ સ્પીડ 152 કિમી/કલાક છે અને ફૂલ ચાર્જ પર રેન્જ 307 કિમી સુધીની છે.
બીજી બાઇક કબીરા KM4000 છે. આ ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. તે સિંગલ ચાર્જ પર 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.
Torque KratosR ઇલેક્ટ્રિક બાઇક ત્રીજા નંબર પર હાજર છે. તેની ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાક છે. ફૂલ ચાર્જ થવા પર આ બાઇક 180 કિલોમીટર સુધીની રાઇડિંગ રેન્જ આપવામાં સક્ષમ છે.
ચોથી ઇલેક્ટ્રિક બાઇક જોય ઇ-બાઇક બીસ્ટ છે. આ બાઇક 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચવામાં સક્ષમ છે. કંપનીના જણાવ્યા અનુસાર, એકવાર ફૂલ ચાર્જ થયા બાદ આ બાઇક 110 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
આ લિસ્ટમાં પાંચમી અને છેલ્લી બાઇક રિવૉલ્ટ RV400 છે. તમે આ બાઇકને 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકો છો. આ બાઇકની રેન્જ સિંગલ ચાર્જ પર 80 કિલોમીટર સુધીની હોઈ શકે છે.