ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવુ છે? આ ચાર વસ્તુઓનુ રાખો ધ્યાન તો થશે ફાયદો, જાણો વિગતે

Electric_scooter_06

1/5
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનોની (Electric Vehicles) સંખ્યા ઝડપથી વધી રહી છે. આના પાછળનો મુખ્ય હેતુ - પહેલા તો પેટ્રૉલની (Petrol Price) વધી રહેલી કિંમતો છે, અને બીજી વધતુ પ્રદુષણ (Pollution). જો તમે પણ એક સારુ ઇલેક્ટ્રિક વાહનો કે ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે અત્યારે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને ચાર ખાસ વસ્તુઓ બતાવી રહ્યાં છે, જેની મદદથી તમે બેસ્ટ પ્રૉડક્ટ્સને (Electric Scooter Options) પસંદ કરી શકો છો. જાણો બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે....
2/5
ઇલેક્ટ્રિક સ્કૂટર- બજેટ- ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા સૌથી પહેલા પોતાનુ બજેટ નક્કી કરી લો. માર્કેટમાં કેટલીય કિંમત વાળા સ્કૂટર અવેલેબલ છે. આવામાં તમે પોતાના બજેટ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરો. તમે તે રેન્જની અન્ય પ્રૉડક્ટ સાથે પણ તેને કમ્પેર કરી શકો છો.
3/5
બેટરી કેપેસિટી- હંમેશા ધ્યાન રાખો કે તમે જે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો છો તેની બેટરી પાવરફૂલ હોય, જેથી તેની માઇલેજ પણ સારી મળશે. ખરીદી પહેલા એ જાણી લો કે એકવાર ફૂલ ચાર્જ કરવાથી તે ઇલેક્ટ્રિક સ્કૂટર કેટલા કિલોમીટર સુધી દોડી શકશે. આ ઉપરાંત એ પણ જોઇ લો કે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી કેટલા કલાકમાં ફૂલ ચાર્જ થાય છે.
4/5
ડિઝાઇન અને વજન- જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી રહ્યાં છો તો તેની ડિઝાઇન અને વજન જરૂર જોઇ લો. સાથે એ પણ જાણી લો કે તમે તે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કેટલુ વજન ટ્રાવલ કરી શકો છો. આ સ્કૂટરની માઇલેજ સાથે જોડાયેલુ હોઇ શકે છે. આવામાં આ વાતોનુ ખાસ ધ્યાન રાખો...
5/5
સ્પીડ- ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ પણ એક સારુ ફેક્ટર હોય છે. કેટલાય સ્કૂટર એવા મૉડ આપી રહ્યાં છે, જેમાં તમે અલગ અલગ સ્પીડ પર સ્કૂટર દોડાવી શકો છો. જોકે વધુ સ્પીડ પર તમારી માઇલેજ ઓછી થઇ જાય છે. આવામાં સ્પીડ વિશે પુરેપુરી જાણકારી લીધા બાદ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો.
Sponsored Links by Taboola