Kiaની આ કાર પર ભારતીયો ફિદા, માત્ર બે જ દિવસમાં મળી 50,000 વધુ બુકિંગ, જાણો ફિચર્સ ને કિંમત........
નવી દિલ્હીઃ કિયા ઇન્ડિયાએ તાજેતરમાં કિયા કેરેન્સને લૉન્ચ કરી હતી, હવે લોકો આ કારને ખુબ પસંદ કરી રહ્યાં છે. બે મહિનાની અંદર જ કિયા કૈરેન્સની 50,000 થી વધુ બુકિંગ થઇ ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આટલી ડિલીવરી હજુ નથી થઇ શકી. કંપનીએ 15 ફેબ્રુઆરીએ આને લૉન્ચ કરી હતી. આ પછી ગયા મહિને કિયા કૈરેન્સની 5,300 યૂનિટ્સની ડિલીવરી કરવામાં આવી.
કિયા અનુસાર કિયા કૈરેન્સના પેટ્રૉલ અને ડીઝલ, બન્ને વેરિએન્ટની એકસરખી જ માંગ છે. કંપનીએ કહ્યું કે 40 ટકાથી વધુ બુકિંગ ટિયર- III શહેરોમાં મળ્યુ છે.
કિયા કૈરેન્સને ત્રણ એન્જિન ઓપ્શની સાથે રજૂ કરવામા આવી છે. આ ઓપ્શન સ્માર્ટસ્ટ્રીમ 1.5 પેટ્રૉલ, સ્માર્ટસ્ટ્રીમ 1.4 T-GDi પેટ્રૉલ અને 1.5 CRDi VGT ડીઝલ છે.
આમાં ત્રણ ટ્રાન્સમિશન ઓપ્શન- 6MT, 7DCT અને 6AT મળે છે, કિયા કૈરેન્સ 5 ટ્રિમ લેવલ- પ્રીમિયમ, પ્રેસ્ટીઝ પ્લસ, લક્ઝરી અને લક્ઝરી પ્લસમાં ઉપલબ્ધ છે.
પ્રીમિયમથી લક્ઝરી ટ્રિમ્સમાં સેવન સીટર અને લક્ઝરી પ્લસ ટ્રિમ 6 અને 7 મીટર બન્ને ઓપ્શન મળશે. કિયા કૈરેન્સને કનેક્ટેડ કાર બનાવવા માટે આમાં ‘કિયા કનેક્ટ’નુ ફિચર આપવામા આવ્યુ છે.
કિયા કનેક્ટમાં યૂઝર્સને નેવિગેશન, રિમૉટ કન્ટ્રૉલ, વ્હીકલ મેન્જમેન્ટ, સેફ્ટી તથા સિક્યૂરિટી અને સુવિધા જેવી કેટેગરીમાં 66 કનેક્ટેડ ફિચર્સ મળે છે.
માર્કેટમાં કિયા કૈરેન્સની ટક્કર Maruti Suzuki XL6, Mahindra Marazzo, Toyota Innova Crysta અને Hyundai Alcazar જેવી કારો સાથે છે.