Best SUV In India: આ છે ભારતની સૌથી શ્રેષ્ઠ 3 SUV, કિંમત છે 9 લાખથી પણ ઓછી
India's Best Suv Cars જો તમે SUV સેગમેન્ટની કારોને પસંદ કરો છો પરંતુ બજેટને લઈ કોઈ મુશ્કેલી છે તો આજે અમે તમને ભારતમાં વેચાતી ઓછા બજેટની ત્રણ શ્રેષ્ઠ એસયુવીની માહિતી આપીએ છીએ. જેની કિંમત 9 લાખ રૂપિયાથી પણ ઓછી છે. આ કાર્સમાં ટટા નેક્સન, મહિન્દ્રા એક્સયુવી 300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સામેલ છે. જો કે, દેશમાં ઘણી બધી SUV કાર છે, જે તમારા માટે વિકલ્પો હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata Nexon: ટાટા મોટર્સની નેક્સન SUV સૌથી સુરક્ષિત કારોમાં એક છે. તેમાં શાનદાર સેફ્ટી ફીચર્સ છે. આ SUV પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જિન ઓપ્શન સાથે આવે છે. 1.2-લીટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લીટર ડીઝલ એન્જિન છે. પેટ્રોલ એન્જિન 110HP અને 170NM નો પીક ટોર્ક અનેટે ડીઝલ એન્જિન 110HP અને 260NM પીક ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. કારની શરૂઆતની કિંમત 7.28 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Mahindra XUV 300: મહિન્દ્રા એક્સયુવી 300 ની ભારતીય બજારમાં ઘણી વેચાય છે. તેની કિંમત, શાનદાર લુક અને પરફોર્મન્સ માટે વખણાય છે છે. આ 5 સીટર એસયુવી પેટ્રોલ અને ડીઝલ, બે એન્જિન વિકલ્પો સાથે આવે છે. 1.2 લીટરનું પાવર એન્જિન, 108.59 એચપી પાવર અને 200 એનએમ નો પીક ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. 1.5 લીટર ડીઝલ એન્જિન 108.59 એચપી પાવર અને 300 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવીની પ્રારંભિક કિંમત 7.95 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Ford EcoSport: ફોર્ડ ઇકોસ્પોર્ટ પણ ભારતમાં વેચાતી મસ્કૂલર લુકની SUV તરીકે ઓળખાય છે. ઇકોસ્પોર્ટ બે એન્જિન ઓપ્શન સાથે આવે છે. 1.5 લીટર નૈચરલી-એસ્પિરરેટેડ પેટ્રોલ એન્જિન અને બીજું 1.5-લીટર ટર્બો-ડીઝલ એન્જિન. પેટ્રોલ એન્જીન 121બીએચપી પાવર અને 149એનએમનો પીક ટોર્ક જેનરેટ કરી શકે છે. ડીઝલ એન્જિન 99બીએચપી પાવર અને 215એનએમ નો ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. તેની પ્રારંભિક કિંમત 8.19 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.