Mahindra Thar SUV: મહિન્દ્રા થાર 5-ડૉર એસયૂવી 15 ઓગસ્ટે થશે લૉન્ચ, આ નવા ફિચર્સ સાથે આવશે.....
Mahindra Thar 5-Door SUV: મહિન્દ્રાનું નવું વાહન ભારતીય બજારમાં લૉન્ચ થવા માટે તૈયાર છે. આ 5 દરવાજાવાળી SUV છે. મહિન્દ્રાની આ SUVમાં ઘણા નવા ફિચર્સ સામેલ થઈ શકે છે. મહિન્દ્રા સ્વતંત્રતા દિવસના અવસર પર તેની 5-દરવાજાની SUV પણ લૉન્ચ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMahindra Thar 5-door SUV સૌથી વધુ માંગવામાં આવતી કાર છે. મહિન્દ્રાની આ 5-દરવાજાની SUV થાર 3-ડોરનું અપગ્રેડેડ મોડલ છે. મહિન્દ્રાની આ કાર ઘણા સમયથી ચર્ચામાં છે.
Mahindra Thar 5-door SUV ભારતીય માર્કેટમાં Armada નેમપ્લેટ સાથે લૉન્ચ થઈ શકે છે. આ 3-દરવાજાની SUV કરતાં વધુ પ્રીમિયમ કાર સાબિત થઈ શકે છે.
મહિન્દ્રાની આ કારમાં 19 ઈંચના એલોય વ્હીલ્સ, સનરૂફ, રિયર કેમેરા મળી શકે છે. ઉપરાંત આ કારમાં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોઈ શકે છે. આ પ્રીમિયમ કારમાં પાછળની સીટની વધુ જગ્યા પણ મળી શકે છે.
Mahindra Thar 5-door SUV 2.0-લિટર ટર્બો પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ, 4x2 અને 4x4 એન્જિન વેરિઅન્ટમાં મળી શકે છે. કારમાં ટ્વીક્ડ ગ્રીલ પણ હોઈ શકે છે. ડીઆરએલની સાથે એલઇડી હેડલેમ્પને પણ નવા થારના ફીચર્સમાં સામેલ કરી શકાય છે.
મહિન્દ્રાની આ ગાડીમાં 5 દરવાજા સામેલ હશે. Mahindra Thar 5-door SUVની કિંમત 25-26 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.