માત્ર આટલી કિંમતમાં ખરીદો નવી મારુતિ ડિઝાયર, કારને લૉન્ચ થતાં પહેલા જાણીલો તમામ વિગતો
મારુતિ ડીઝાયરનું નવું મોડલ નવી પેઢીની સ્વિફ્ટ હેચબેક પર આધારિત છે. આ નવા ડિઝાયરની લંબાઈ તેના અગાઉના મોડલની જેમ 4 મીટરની રેન્જમાં છે. આ વાહનની લંબાઈ 3995mm અને પહોળાઈ 1735mm છે. આ વાહનને 2450mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાહનને નવો લુક આપવા માટે, LED હેડલેમ્પ્સ સાથે જોડતી મોટી ગ્રીલ લગાવવામાં આવી છે. આ કારના આગળના ભાગમાં ક્રોમ લાઇન પણ છે જે હેડલેમ્પ સુધી જાય છે.
નવી ડીઝાયરને પાછળના ભાગથી પણ વધુ સારી બનાવવામાં આવી છે. વાહનના પાછળના ભાગમાં 3D ટ્રિનિટી LED ટેલ લેમ્પ લગાવવામાં આવ્યા છે. આ વાહનમાં 15 ઈંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે.
મારુતિ સુઝુકી ડિઝાયરના નવા મોડલમાં સનરૂફ પણ છે. આ ઉપરાંત, 3D ડિસ્પ્લે સાથે 360-ડિગ્રી કેમેરાની સુવિધા પણ આપવામાં આવી છે.
મારુતિની આ નવી કારમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 9 ઈંચની ટચસ્ક્રીન છે. આ સાથે ઓડિયો સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
મારુતિની કારને 382 લિટરની બૂટ-સ્પેસ આપવામાં આવી છે. આ વાહનનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 mm છે. નવી મારુતિ ડિઝાયરમાં પાછળના એસી વેન્ટ્સ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રૂઝ કંટ્રોલ અને ક્લાઈમેટ કંટ્રોલ જેવી ઘણી શક્તિશાળી સુવિધાઓ આપવામાં આવી છે.
મારુતિ ડિઝાયર 1.2-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ પાવરટ્રેન સાથે આવી રહી છે. આ એન્જિન 82 bhpનો પાવર અને 112 Nmનો ટોર્ક આપશે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 24.79 kmplની માઈલેજ આપશે. અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે તમને 25.71 kmplની માઈલેજ મળશે.