શાનદાર ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકી 2024ના અંતમાં થશે લોન્ચ, જાણો શું છે ખાસ વિશેષતા
ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકી કોન્સેપ્ટ વર્ઝન પ્રથમ વખત ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હવે EVX ઇન્ટિરિયર્સ સાથે પ્રોડકશન માટે તૈયાર છે. જો કે આ હજુ પણ કોન્સેપ્ટ મોડલ જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEVX એ જન્મજાત ઇલેક્ટ્રિક SUV છે, તેના ઇલેક્ટ્રિક આર્કિટેક્ચરને કારણે, તે લાંબો વ્હીલબેઝ અને વિશાળ ઇન્ટિરિયર પણ જોવા હશે. આ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV હશે, જે MG ZS જેવા 4m પ્લસ સેગમેન્ટમાં મૂકવામાં આવશે.
eVX ના પરિમાણો વિશે વાત કરીએ તો, તે 4300 mm લાંબુ, 1800 mm પહોળું અને 1600 mm ઊંચુ છે. તેના ટાયરની સાઇઝ R20 245/45 છે. ઓટો એક્સપોમાં રજૂ કરાયેલા કોન્સેપ્ટથી તે સ્ટાઇલમાં થોડું અલગ છે અને પ્રોડકશનને આરે છે.
eVX એ સ્લિમ એલઇડી લાઇટિંગ સાથે એક બોક્સી લૂકવાળી SUV છે જેમાં જાડી ક્લેડીંગ મોટા વ્હીલ આર્ચ અને સ્લિવર સ્કિડ પ્લેટ પણ મોજૂદ છે.
મોટી સ્ક્રીનને કારણે તેનું ઈન્ટિરિયર ઈન્ટરફેસ નેક્સ્ટ જનરેશનનું લાગે છે, જે ટ્વીન સ્ક્રીન લેઆઉટ સાથે છે. આ ઉપરાંત, રોટરી ડાયલ સાથે ફ્લોટિંગ સેન્ટર કન્સોલ પણ છે, જ્યારે સ્ટીયરિંગ વ્હીલ નવી ડિઝાઇન સાથે જોવા મળી રહ્યું છે. મોટી કેબિનની સાથે તેમાં વર્ટિકલ એર વેન્ટ્સ પણ જોવા મળશે. અપેક્ષા છે કે તે તે ગ્રાન્ડ વિટારા કરતાં વધુ સ્પેશિયસ હશે.
રેન્જ અને પાવરની દ્રષ્ટિએ, eVXનું ટોપ એન્ડ વેરિઅન્ટ 60kWh બેટરી પેકથી સજ્જ છે, જેની ડ્રાઇવિંગ રેન્જ 500 કિમી સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત, તેની 4WD સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી છે. જે ડ્યુઅલ મોટર લેઆઉટ સાથે ALLGRIP બેઇઝડ હોઈ શકે છે.
આ SUVને 2024ના અંત સુધીમાં અથવા 2025ના ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ સુઝુકીની અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ કાર છે, જે આપણા બજાર માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે