મારુતિની નવી SUV Victorisની કિંમતો જાહેર: ADAS અને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કુલ 21 વેરિઅન્ટ્સ બજારમાં મળશે

₹10.49 લાખથી શરૂ થતી આ કાર હ્યુન્ડાઇ ક્રેટા અને ટાટા નેક્સનને આપશે ટક્કર, જાણો તમામ વેરિઅન્ટની કિંમતો.

મારુતિની નવી SUV Victoriisની કિંમતો જાહેર

1/5
દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેની નવી SUV Victoris ની કિંમતો સત્તાવાર રીતે જાહેર કરી છે. 3 સપ્ટેમ્બરના રોજ રજૂ થયેલી આ કારનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.
2/5
મારુતિ સુઝુકી વિક્ટોરિસ ને કુલ 3 પાવરટ્રેન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે માઈલ્ડ હાઈબ્રિડ, સ્ટ્રોંગ હાઈબ્રિડ, અને CNG નો સમાવેશ થાય છે. આ વિવિધ એન્જિન વિકલ્પો સાથે, આ કાર LXI, VXI, ZXI, ZXI (O), ZXI+ અને ZXI+ (O) જેવા કુલ 6 મુખ્ય વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે કુલ 21 અલગ-અલગ રૂપરેખામાં ઉપલબ્ધ થશે.
3/5
આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹10,49,900 થી શરૂ થઈને તેના ટોપ મોડેલની કિંમત ₹19,98,900 સુધી પહોંચે છે. CNG વેરિઅન્ટની કિંમત ₹11,49,900 થી ₹14,56,900 સુધીની છે, જે તેને ગ્રાહકો માટે વધુ સસ્તો અને સારો વિકલ્પ બનાવે છે.
4/5
મારુતિ સુઝુકી Victoriis એ સુરક્ષાના મામલે કોઈ કસર છોડી નથી. તેને ભારત NCAP માંથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, જે તેની મજબૂત બાંધણીનો પુરાવો છે. આ કારમાં 6 એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેન્સર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને હિલ-હોલ્ડ આસિસ્ટ જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ પણ સામેલ છે.
5/5
સુવિધાઓની વાત કરીએ તો, વિક્ટોરિસ ભારતીય રસ્તાઓ પર મારુતિની પ્રથમ એવી કાર છે જે લેવલ 2 ADAS સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં એલેક્સા વોઇસ આસિસ્ટન્ટ, ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, અને સ્માર્ટ પાવર્ડ ટેલગેટ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. આ કાર હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા નેક્સન, કિયા સેલ્ટોસ, ફોક્સવેગન તૈગુન અને સ્કોડા કુશક જેવી લોકપ્રિય SUV સાથે સીધી સ્પર્ધા કરશે. તેની બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, જ્યારે વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Sponsored Links by Taboola