Auto Expo 2020: MG મોટર્સે રજૂ કરી શાનદાર ઈલેક્ટ્રિક કાર E200,જાણો વિગતે
નવી દિલ્હી: MG મોટર્સે ઑટો એક્સપો 2020માં અનેક કારો પરથી પડદો ઉઠાવ્યો છે પરંતુ સૌથી રસપ્રદ અને આકર્ષક કાર E200 છે. આ કારને ચીનમાં ‘Baojun’ના નામથી વેચવામાં આવી રહી છે, જે માર્કેટમાં છેલ્લા થોડાક વર્ષથી ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં આ કાર લોન્ચ થશે તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ આ કાર એક ઈલેક્ટ્રિક કાર છે.
E200 કાર 38 bhpના મોટર સાથે આવે છે. આ કારની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. આ રેન્જ અને ફીચર્સને જોતા અન્ય કાર્સને ટક્કર આપશે. જો કે આ કાર માત્ર બે લોકો પૂરતી જ છે. આ કારની ખૂબીઓ ગ્રાહકોને પસંદ આવી શકે છે.
અંદરની ડિઝાઈન ખૂબજ સિમ્પલ નજર આવે છે, પરંતુ તેમાં સ્ટીયરિંગ પર એક નાની સ્ક્રીન આપવામાં આવી છે. જેનાથી અન્ય ટેકનીકને નિયંત્રણ કરી શકાય છે. ટાટા નેનો-ઓલ્ટોની તુલનામાં આ કાર વધુ સુવિધાઓથી સજ્જ છે. કેટલીક નાની કારોની તુલનામાં E200નું કેબિન સ્પેસ બહેતર છે.
E200 કારને માઈક્રો કારમાં ગણવામાં આવે છે પરંતુ તે કંઈક અંશે સ્પેસિયસ છે. આગળથી વાઈડ ફેસની જેમ દેખાતી આ કાર કૉમ્પેક્ટ નજર આવે છે. આ કાર સાઈડ અને રિયરમાં બે ડોર સાથે ઘણી યૂનીક નજર આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -