Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Trick: મોબાઇલની બેસ્ટ ટ્રિક્સ, કોઇપણ ગાડીનો માલિક કોણ છે ? ગાડીના નંબરથી આ રીતે મેળવી શકાય છે જાણકારી.....
mParivahan App: હાલમાં માર્કેટમાં વાહનોની સંખ્યા ખુબ જ વધી રહી છે. ઘણીવાર આપણે અકસ્માત થયેલી કે પછી રસ્તાં પર આડેધડ પાર્ક કરેલી ગાડીના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ નથી કરતી શકતા. કેમ કે આ માટે આપણી પાસે પુરી માહિતી નથી હોતી. પરંતુ હવે તમે આને આસાનીથી તમારા મોબાઇલ મારફતે જ મેળવી શકો છો. તમે વાહનના માલિક વિશે તેના નંબર દ્વારા જ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ માટે અમે અહીં બે પદ્ધતિઓ આપી છે. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે મિનિટોમાં કોઈપણ ગાડીની વિગતો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા તમારા ફોનમાં mParivahan એપ ડાઉનલૉડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
મેઇન ઇન્ટરફેસ પર જાઓ અને ઉપરના સર્ચ બૉક્સમાં વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર નાંખો, નંબર નાંખ્યા બાદ લેન્સ (સેર્ચ આઇકૉન) પર ક્લિક કરો. આ પછી તમને વાહનની સંપૂર્ણ વિગતો મળશે, જેમ કે વાહનનું મૉડેલ, વાહનની નોંધણીની તારીખ, નોંધણી અધિકારી અને માલિકનું નામ અને સરનામું. જોકે, ઓનરનું નામ સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું નથી. નામ જાણવા માટે તમે નીચેની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.
તમારા ફોનમાં પ્લે સ્ટૉરમાંથી Car info નામની એપ ઇન્સ્ટૉલ કરો.
આ પછી મેઇન ઇન્ટરફેસ પર વાહન સર્ચ આઇકૉન પર ક્લિક કરો.
આ પછી અહીં વાહન નંબર નાંખીને સર્ચ કરો. સ્પષ્ટ શબ્દોમાં વાહનના માલિકનું નામ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી તમારી સ્ક્રીન પર દેખાશે.