Audi Look: ડિઝાઇન જોઇ દિવાના થઇ જશો તમે, Audi ની આ લક્ઝરી કારની નવી એડિશન લૉન્ચ, જાણો કિંમત

લક્ઝરી કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ઓડી ઇન્ડિયાએ તાજેતરમાં ભારતમાં Q5 ની બૉલ્ડ એડિશન લૉન્ચ કરી છે

એબીપી લાઇવ

1/7
Audi Q5 Bold Edition: ઓડી ઇન્ડિયાએ હાલમાં જ તેની લક્ઝરી કારની નવી એડિશન લૉન્ચ કરી છે, જે તમને 72 લાખ રૂપિયાથી વધુની કિંમતે ઉપલબ્ધ થશે. ચાલો જાણીએ આ શાનદાર કારની વિશેષતાઓ વિશે.
2/7
લક્ઝરી કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ઓડી ઇન્ડિયાએ તાજેતરમાં ભારતમાં Q5 ની બૉલ્ડ એડિશન લૉન્ચ કરી છે. કંપનીએ આ કારને 5 બાહ્ય રંગો સાથે રજૂ કરી છે, જેમાં ગ્લેશિયર વ્હાઇટ, માયથોસ બ્લેક, નવરા બ્લૂ, ડિસ્ટ્રિક્ટ ગ્રીન અને મેનહટન ગ્રેનો સમાવેશ થાય છે.
3/7
ઓડીની આ નવી કારની ડિઝાઈનની વાત કરીએ તો કારમાં બ્લેક ગ્રિલ, ઓડી એમ્બેમ્સ, બારી આસપાસના અરીસાઓ અને હાઈ-ગ્લૉસ બ્લેક રૂફ રેલ્સ જેવા તત્વો આપવામાં આવ્યા છે.
4/7
કંપનીની આ કારના ફિચર્સ વિશે વાત કરીએ તો ઓડીની આ કારમાં તમને 19 ઇંચના સ્પૉર્ટી વ્હીલ્સ મળવાના છે. આ સિવાય એડપ્ટિવ સસ્પેન્શન, LED લાઇટિંગ, પેનોરેમિક સનરૂફ અને કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
5/7
કારમાં મેમરી ફંક્શન સાથે 3-ઝૉન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ છે અને પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ અને સુરક્ષા માટે 8 એરબેગ્સ આપવામાં આવી છે. આ સિવાય 2 લીટર TFSO એન્જિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
6/7
એટલું જ નહીં આ નવી કારમાં 360 ડિગ્રી કેમેરા અને પ્રીમિયમ B&O સાઉન્ડ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે જે ગ્રાહકોને એક શાનદાર ફીલ આપશે.
7/7
હવે વાત કરીએ કારની કિંમત વિશે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 72 લાખ 30 હજાર રૂપિયા છે અને આ કાર બજારમાં હાજર BMW અને Mercedes Benz જેવા વાહનોને સીધી ટક્કર આપે છે.
Sponsored Links by Taboola