Powerful Bikes: નવી બાઇક ખરીદવાનો પ્લાન છે ? તો 160 સીસી સેગમેન્ટમાં આવનારી આ દમદાર બાઇકો પર નાંખો એક નજર....
Powerful Bikes: જો તમે એક નવી બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો, અને વિચારી રહ્યા છો કે ઓછી અને બજેટ કિંમતમાં એક પાવરફૂલ બાઇક મળી જાય, તો આ સંભવ છે, અમે તમને અહીં ચાર એવી બાઇકો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 160 સીસી સેગમેન્ટમાં તમારો બેસ્ટ ઓપ્શન બની શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીએસ અપાચે આરટીઆર 160 (TVS Apache RTR 160), આ બાઇકનું પણ ખુબ વેચાણ થાય છે. દમદાર લૂક સાથે આવનારી આ બાઇકમાં 159.7 સીસી સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 8500 આરપીએમ પર 15.8hp નો પાવર અને 6000 આરપીએમ પર 13Nm નો પીક ટૉર્ક જનરેટ કરે છે, આની કિંમતની વાત કરીએ તો ₹1,17,790-1,24,590 રૂપિયા એક્સ શૉ રૂમ, દિલ્હી છે.
પલ્સર એનએસ 160 (Bajaj Pulsar NS160), આ બાઇકની ભારતીય માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે, ખાસ કરીને યૂથને ખુબ પસંદ આવી રહી છે. આ બાઇકમાં 160.3cc નું ઓઇલ કૂલ્ડ, 4- સ્ટ્રૉક, SOHC, 4- વાલ્વ DTS-i એન્જિન મળે છે, આ એન્જિન 8500 આરપીએમ પર 15.5PSની મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 14.6Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આની શરૂઆતી કિંમત 1,25,114 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે.
ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી (TVS Apache RTR 160 4V), આ ટીવીએસની નવી બાઇક છે. આમાં તમને 159.7cc સિંગલ-સિલેન્ડર, 4- વાલ્વ, ઓઇલ કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 16.8hpનો પાવર અને 14.8Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. સાથે જ આ બાઇકમાં 5- સ્પીડ ગિયરબૉક્સ મળે છે. કિંમતની વાત કરીએ તો ₹1,39,690 એક્સ-શૉ રૂમ, દિલ્હી છે.
Hero Xtreme 160R આ બાઇકને પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ બાઇકમાં 163cc સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 15bhp અને 14Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, આ બાઇકની શરૂઆતી કિંમત ₹1,17,786 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે.