Price Hike: જો તમે મહિન્દ્રા એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધારે રૂપિયા ખર્ચવા પડશે
કંપનીએ સપ્ટેમ્બર 2023માં મહિન્દ્રા XUV300ની કિંમતમાં 31,000 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી લઈને 14.76 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિન્દ્રાની ઑફ-રોડ કાર Mahindra Tharની કિંમતમાં 44,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે પછી તેને 10.98 લાખ રૂપિયાથી લઈને 16.94 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકાય છે.
મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક ખરીદવા માટે તમારે 24,000-26,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે, કારણ કે હવે આ SUVની નવી કિંમતો 13.25 લાખ રૂપિયાથી લઈને 17.06 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની છે.
સ્કોર્પિયો-એન ગમે છે તો પછી તમારું ખિસ્સું વધુ ઢીલું થઈ જશે. કારણ કે કંપનીએ તેની કિંમતોમાં સૌથી મોટો વધારો કર્યો છે. જે 66,000 રૂપિયા સુધી છે. જે બાદ તેની નવી કિંમતો 13.26 લાખ રૂપિયાથી લઈને 24.53 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની છે.
કંપનીએ જે પાંચમી કારની કિંમતોમાં વધારો કર્યો છે તે મહિન્દ્રા XUV700 છે. આ SUVની કિંમતમાં 39,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેને ખરીદવા માટે તમારે 14.03 લાખ રૂપિયાથી લઈને 26.57 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમત ચૂકવવી પડશે.