Price Hike: 1 ઓક્ટોબરથી Kia ની આ બે કારની કિંમત વધી જશે, ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ફટાફટ ખરીદી લો
પીટીઆઈ સાથે વાત કરતા કિયા ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ હેડ હરદીપ એસ બ્રારે આ માહિતી આપી છે. જે મુજબ, કંપની સેલ્ટોસ અને કેરેન્સની કિંમતમાં 1 ઓક્ટોબરથી લગભગ બે ટકાનો વધારો કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ એપ્રિલમાં, કિયા ઈન્ડિયાએ રિયલ ડ્રાઈવિંગ એમિશન (RDE) નોર્મ્સના અપડેટને કારણે તેના વાહનોની કિંમતમાં એક ટકાનો વધારો કર્યો હતો. પરંતુ કંપની તેની એન્ટ્રી લેવલ કાર સોનેટની કિંમતોમાં કોઈ ફેરફાર કરશે નહીં.
કિયા તેના સેલ્ટોસનું વેચાણ રૂ. 10.90 લાખથી રૂ. 20 લાખ સુધીની કિંમતે કરે છે. આ કારને 22 વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
બીજી કાર જેની કિંમત 1 ઓક્ટોબરથી વધશે તે છે Kia Carens. કંપની તેને સ્થાનિક બજારમાં રૂ. 10.45 લાખની પ્રારંભિક કિંમતે વેચે છે. જે તેના ટોપ મોડલ પર રૂ. 18.95 લાખ એક્સ-શોરૂમ પર સમાપ્ત થાય છે.
ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ તો, Kia ભારતમાં તેનું ઇલેક્ટ્રિક મોડલ EV 6 વેચે છે.