Royal Enfield: રૉયલ એનફિલ્ડ ગુરિલ્લા 450ની આ તસવીરો જોઇ તમે પણ થઇ જશો દિવાના, જાણો શું છે ખાસ...
Royal Enfield Guerrilla 450: રૉયલ એનફિલ્ડ ગુરિલ્લા 450 બાઇક તાજેતરમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે. આ એક રૉડસ્ટર બાઇક છે જે રૉયલ એનફિલ્ડ હિમાલયન જેવી જ છે. આ બાઇકમાં હિમાલયન કરતા નાની ઇંધણ ટાંકી છે. Royal Enfieldની Guerrilla 450 ભારતીય બજારમાં લૉન્ચ કરવામાં આવી છે. રૉડસ્ટર લૂકમાં તે હિમાલયન જેવી જ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRoyal Enfield Guerrillaમાં 452cc શેરપા એન્જિન છે. આ એન્જિન 8,000 rpm પર 40 PS અને 5,500 rpm પર 40 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
આ નવી રૉડસ્ટર બાઇકને આસિસ્ટ અને સ્લિપ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબૉક્સ સાથે જોડવામાં આવી છે
Royal Enfield Guerrilla પાસે 17-ઇંચના આગળ અને પાછળના ટ્યૂબલેસ ટાયર છે. તેમજ તેનું વ્હીલબેસ 1440 mm છે.
બાઇકમાં 43 mm ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં લિન્કેજ-ટાઇપ મોનો-શોક પણ છે.
રૉયલ એનફિલ્ડ ગુરિલ્લા 450 Roadster બાઇકમાં પરફોર્મન્સ અને Eco જેવા ડ્યૂઅલ રાઇડિંગ મૉડ પણ છે.
નવી ગેરિલા 450માં સ્ટેપ્ડ બેન્ચ-સીટ, 11-લિટરની ઇંધણ ટાંકી, એલઇડી હેડલાઇટ, ટ્રાફિક કંટ્રોલર સાથે ઇન્ટિગ્રેટેડ ટેલ લેમ્પ અને અપસ્વેપ્ટ સાઇલેન્સર છે.
ટૉપ અને મિડ વેરિઅન્ટ્સમાં RE એપ સાથે રૂટ-રેકોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે નવી ટ્રિપર ડેશ મળે છે. Royal Enfield Guerrilla 450 એનાલોગ, ડૅશ અને ફ્લેશ જેવા વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
એનાલૉગ સ્મોક સિલ્વર અને પ્લેયા બ્લેક હશે. આ વેરિઅન્ટમાં TFT ક્લસ્ટર નથી જ્યારે Playa બ્લેકમાં TFT ડિસ્પ્લે છે. ફ્લેશ વેરિઅન્ટમાં યલો રિબન અને બ્રાવા બ્લૂ જેવા ટોપ ફિચર્સ આપવામાં આવ્યા છે.
Royal Enfield એનાલૉગ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેના ડેશ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.49 લાખ રૂપિયા અને ફ્લેશ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.54 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ નવી Royal Enfield Guerrilla બજારમાં આ 450 cc એન્જિન સેગમેન્ટમાં એક મોંઘી બાઇક છે.
આ બાઇક હિમાલયન કરતા હળવી છે પરંતુ ટ્રાયમ્ફ સ્પીડ 400 જેવી બાઇકની સરખામણીમાં આ બાઇક ખૂબ ભારે છે.
આ બાઇકમાં નવી અનોખી ડિઝાઇન અને ઉત્કૃષ્ટ પ્રદર્શન છે જે તેને એક શાનદાર રૉડસ્ટર બાઇક બનાવે છે.
નવી Royal Enfield Guerrilla 450 ની ફ્યૂઅલ ટાંકી હિમાલયન કરતા નાની છે, પરંતુ આ બાઇક હંટર કરતા વધુ આરામદાયક અને સુવિધાઓથી સજ્જ માનવામાં આવે છે.