Photos: આ રહી Royal Enfield Scram 411ની તસવીરો, દરેક એન્ગલથી જુઓ કેવી છે બાઇક.........
Royal_Enfield__02
1/7
Royal Enfield Scram 411 - રૉયલ એનફિલ્ડની નવી બાઇક સ્કેમ 411ની આજકાલ ખુબ ચર્ચા છે. આવામાં જો તમે હજુ સુધી આ બાઇકનો લૂક અને ડિઝાઇન નથી જોઇ, તો ચાલો આજે અમે તમને આ બાઇક બતાવી રહ્યાં છીએ. આની સાથે તમને બાઇક સાથે જોડાયેલી જરૂરી માહિતી પણ આપીશું.
2/7
આ બાઇક કંપનીની હિમાલયન એડવેન્ચર બાઇક પર બેઝ્ડ છે. આને હિમાલયન જેવી જ પણ તેનાથી નીચેની બાઇક કહેવામાં આવે છે. આ સાત કલરમાં- વ્હાઇટ ફ્લેમ, સિલ્વર સ્પિરિટ, બ્લેઝિંગ બ્લેક, સ્કાયલાઇન બ્લૂ, ગ્રેફાઇડ રેડ અને ગ્રેફાઇડ યલોમાં મળશે.
3/7
આમાં સિંગલ પીસ સીટ, હેન્ડલેમ્પની ચારેયા બાજુ એક કાસ્ટ મેટલ કાઉલ, એક ઓફસેટ સ્પીડૉમીટર, એક એલ્યૂમિનિયમ સિમ્પ ગાર્ડ વગેરે મળે છે. આમાં ટ્રિપર નેવિગેશન પૉડ સહિત કેટલીય એક્સેસરીઝની રજૂઆત કરવામા આવી રહી છે.
4/7
નવી સ્ક્રેમ 411માં 411cc, સિંગલ સિલેન્ડર, SOHC, એર કૂલ્ડ, ફ્યૂલ ઇનેજેક્ટેડ એન્જિન છે, જે 24.3 એચપી પાવર અને 32 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે.
5/7
એન્જિન 5 સ્પીડ ગિયરબૉક્સની સાથે આવે છે. બ્રેકિંગની વાત કરીએ તો આના ફ્રન્ટમાં 310 મિની ડિસ્ક બ્રેક અને રિયરમાં 240 મિમી ડિસ્ક યૂનિટની સાથે ડ્યૂલ ચેનલ ABS મળે છે.
6/7
આમાં 41 મિમી ટેલીસ્કૉપિક ફ્રન્ટ ફૉર્ક અને રિયરમાં એક મોનો શૉક ઓબ્ઝર્વર આપવામા આવ્યુ છે. આ ઉપરાંત આમાં 19- ઇંચની નાના ફ્રન્ટ વ્હીલ મળે છે, જ્યારે પાછળનું વ્હીલ 17- ઇંચનુ છે.
7/7
નવી રૉયલ એનફિલ્ડ સ્ક્રેમ 411ની ભારતમાં શરૂઆતી કિંમત 2.03 લાખ (એક્સ-શૉરૂમ) છે. આની સીધી ટક્કર યેજદી સ્ક્રેમ્બલર અને હોન્ડા સીબી 350 આરએસ (CB350RS) સાથે થશે.
Published at : 19 Mar 2022 10:49 AM (IST)