Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કાલે લૉન્ચ થનારી Skoda Slaviaમાં આવા છે એકથી એક ચઢિયાતા ફિચર્સ, જુઓ તસવીરોમાં...........
Skoda- સ્કૉડા સ્લાવિયાને કાલે એટલે કે 28 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. સ્લાવિયા ઇન્ડિયા 2.0 પ્રૉજેક્ટની બીજી પ્રૉડક્ટ છે. સ્લાવિયા રેપિડની જગ્યા લેશે પરંતુ આ એક વધુ પ્રીમિયમ પ્રૉડક્ટ છે અને આનો ટાર્ગેટ હાયર સેગમેન્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કૉડા સ્લાવિયા 1.0 લીટર 3- સિલેન્ડર ટર્બો પેટ્રૉલ અને 1.5-લીટર 4-સિલેન્ડર ટર્બો પેટ્રૉલની સાથે આવશે. જે ક્રમશઃ 85kW (115ps) અને 110kW (150PS)નો પાવર જનરેટ કરશે.
બન્ને એન્જિન ઓપ્શન 6 - સ્પીડ મેન્યૂઅલ, 6 સ્પીડ ઓટોમેટિક કે 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશનમાં કોઇ એકના ઓપ્શનની સાથે આવશે. સ્લાવિયા 521 લીટરના મોટા બૂટ સ્પેસની સાથે આવશે. આમાં આપવામાં આવેલુ ઇન્ટીરિયર આને સેડાન સેગમેન્ટમાં ઉપલ રાખે છે.
નવી સેડાનને MQB A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ તે જ પ્લેટફોર્મ છે, જેના પર બનાવવામાં આવેલી Kushaqને ગ્રાહકોએ ખુબ પસંદ કરી છે.
સેડાનને ત્રણ વેરિએન્ટ ઓપ્શનની સાથે લૉન્ચ કરવામા આવશે. એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઇલ, જેમાં ગ્રાઉન્ડ અપ બેઝ વેરિએન્ટમાં ડિવાઇસની એક મોટુ લિસ્ટ મળી શકે છે.
એમ્બિશન ટ્રિમથી ઉપર, ટચ કન્ટ્રૉલ ક્લાઇમેટ્રૉનિક એર કેર ફન્કશન સ્ટાન્ડર્ડ રીતે આવશે. જ્યારે ટૉપ એન્ડ સ્ટાઇલ વેરિએન્ટ માટે લેધરની વેન્ટિલિટેડ ફ્રન્ટ સીટ જેવા કન્ફોર્ટ ફિચર ઉપલબ્ધ છે.
સ્કૉડા સ્લાવિયાને ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રૉલ, ઓટો હેન્ડલેમ્પ અને વાઇપર, છ એરબેગ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિત બીજા કેટલાય ફિચર્સની સાથે લૉન્ચ કરવામા આવશે.
બીજા ફિચર્સમાં કનેક્ટેડ કાર ટેકનોલૉજી, ઇલેક્ટ્રિક સનરૂફ અને રિયર વ્યૂ કેમેરા સામેલ છે. એક જરૂરી ફેક્ટર જે સ્લાવિયાને મજબૂત બનાવે છે, તે 95 ટાક સુધી લૉકલાઇઝેશન લેવલનુ છે જે કમ્પીટીશનના જમાનામાં કિંમતને ઓછી રાખવા માટે મદદ કરી શકે છે.
મિડ સાઇઝ પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં આનો મુકાબલો હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ, હ્યૂન્ડાઇ વરના અને ફૉક્સવેગનની અપકમિંગ સેડાન વર્ટસ સાથે થશે.