Tata Cars Offer: આ તહેવારોની સિઝનમાં Tata ની કાર પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
આ ફેસ્ટિવ સીઝન ડિસ્કાઉન્ટ ઓફર હેઠળ, TATA ગ્રાહકોને રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા લાભો મળશે. તો ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata Nexon- Tata આ સૌથી વધુ વેચાતી SUVના ડીઝલ વેરિઅન્ટ પર ₹15,000 નું એક્સચેન્જ બોનસ અને ₹5,000 નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ સહિત કુલ ₹20,000નું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યું છે. જ્યારે તેના પેટ્રોલ વેરિઅન્ટ પર ₹3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Tata Tigor- Tata તેના Tigor પર ₹23,000 સુધીની છૂટ આપી રહી છે. આ અંતર્ગત, આ કારના XE અને XM વેરિઅન્ટ્સ પર ₹3,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે ₹10,000 નું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કંપની XZ અને XZ+ વેરિઅન્ટ પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ તરીકે રૂ. 10,000 અને XZ અને XZ+ વેરિએન્ટ પર રૂ. 3,000 કોર્પોરેટની ઓફર પણ આપી રહી છે.
Tata Tiago- કંપની Tata Tiago પર કુલ ₹23,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની તેના XE અને XT વેરિઅન્ટ્સ પર ₹10,000નું એક્સચેન્જ બોનસ અને ₹3,000 નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.
XZ+ વેરિઅન્ટમાં રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ લાભ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના રૂપમાં રૂ. 3,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
ટાટા હેરિયર અને સફારી - ટાટા આ બે પ્રીમિયમ એસયુવી પર રૂ. 40,000 સુધીની છૂટ ઓફર કરી રહી છે. તેમની એક્સ-શોરૂમ કિંમત રૂ. 15.34 લાખથી રૂ. 23.5 લાખની વચ્ચે છે.