Tata Safari Facelift Images: નવી ટાટા હેરિયરની તસવીરો જોઇને ઉડી જશે તમારા હોશ, જોઇ લો અહીં ડિઝાઇન એન્ડ લૂક.....
Tata Harrier Facelift Rivel: ઓટોમોબાઇલ ક્ષેત્રમાં દિવસે દિવસે પ્રગતિ થઇ રહી છે, આ કડીમાં હવે ટાટા પોતાની નવી નવી કારો માર્કેટમાં લાવી રહી છે, હવે ટાટા નવા ઇનૉવેશન પર ફોકસ કરી રહી છે. ટાટા મૉટર્સ ટૂંક સમયમાં તેના અપડેટેડ હેરિયરની ડિલિવરી શરૂ કરશે, આ SUV ભારતીય કાર બજારમાં જીપ કંપાસ અને MG હેક્ટર જેવી કાર સાથે સ્પર્ધા કરશે. આ કારની તસવીરો જોઇને તમારા હોશ ઉડી જશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા મૉટર્સે ઓફિશિયલી રીતે તેની હેરિયર ફેસલિફ્ટ SUV લૉન્ચ કરી છે. નવી Harrier SUVની કિંમત 15.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
જો તમે પણ આ નવી કારને ઘરે લાવવા માંગો છો, તો તમે તેને તમારી નજીકની ડીલરશીપ પર જઈને અથવા 25,000 રૂપિયાની ટૉકન રકમ સાથે ઓનલાઈન બુક કરાવી શકો છો. હેરિયર ફેસલિફ્ટ 4 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - સ્માર્ટ, પ્યૉર, એડવેન્ચર અને ફિયરલેસ.
હેરિયર ફેસલિફ્ટના તમામ પ્રકારો સમાન 2.0L ટર્બો ડીઝલ એન્જિનથી સજ્જ છે, આ શક્તિશાળી એન્જિન 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ગ્રાહકો 6-સ્પીડ મેન્યૂઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબૉક્સમાંથી પસંદ કરી શકે છે.
ટાટા મૉટર્સના દાવા મુજબ, અપડેટેડ હેરિયર, મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને પ્રકારો અનુક્રમે 16.08 kmpl અને 14.60 kmpl ની માઈલેજ આપવા સક્ષમ છે.
નવી ટાટા હેરિયર ફેસલિફ્ટના બાહ્ય અને આંતરિક બંનેમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં હવે નવા સ્માર્ટફોન કનેક્ટિવિટી વિકલ્પો સાથે મોટી 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
ફિચર્સ વિશે વાત કરીએ તો, નવા હેરિયરમાં ડ્યૂઅલ-ઝૉન ઓટોમેટિક એસી, મેમરી ફંક્શન સાથે વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ, 10-સ્પીકર જેબીએલ સાઉન્ડ સિસ્ટમ, રિયર વિન્ડો સનશેડ, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 360-ડિગ્રી કેમેરાનો સમાવેશ થાય છે. .
આ ઉપરાંત વાયરલેસ ચાર્જર, પેનૉરેમિક સનરૂફ અને જેસ્ચર-કંટ્રૉલ્ડ પાવર્ડ ટેલગેટ ઉપલબ્ધ છે. સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો, સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ ઉપલબ્ધ છે. પસંદગીના વેરિઅન્ટમાં સાત એરબેગ્સનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.