Tata Nexon Facelift vs Old: વર્તમાન Tata Nexonથી કેટલી અલગ છે નવી Nexon Facelift 2023, જાણો વિગતો
ટાટા મોટર્સે તાજેતરમાં પોતાની નવી નેક્સન કાર પરથી પડદો ઉઠાવ્યો હતો. અહી તમને આ કાર વિશેની તમામ જાણકારી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાઇલિંગ- સ્લીક સ્ટાઇલ સાથે નવી નેક્સન હવે વધુ સ્પોર્ટી લાગે છે, તેના ફ્રન્ટ એન્ડમાં સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપને આભારી છે. ગ્રિલ અને DRLs સાથે સાથે બમ્પરની ડિઝાઇન પણ અલગ છે. સાઇડ વ્યૂમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ નવા એલોય વ્હીલ્સ 16-ઇંચના છે. રિયરમાં ફૂલ કનેક્ટેડ એલઇડી લાઇટ સેટઅપ સાથે નવો લૂક મળે છે.
અહીં સૌથી મોટો ફેરફાર ઈન્ટીરીયરમાં જોવા મળી રહ્યો છે. જેમાં નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેમજ નવા લુક સાથે સ્ટીયરીંગ વ્હીલ, ટચ કંટ્રોલ્સ અને નવું ડેશબોર્ડ છે. વર્તમાન નેક્સનમાં મોટી ટચસ્ક્રીન હતી, પરંતુ નવી કેબિનમાં તે સિમ્પલ છતાં આધુનિક દેખાવ સાથે વધુ સારી લાગે છે. તે નવા ઇન્ટીરિયર કલર અને નવા ગિયર લીવર પણ મળે છે. આ સિવાય ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં મોટા ફેરફારો સાથે નેવિગેશન વ્યૂના ડાયલ પર પણ એક્સટેન્ડ કરી શકાય છે
અહીં ટાટાએ તેની હરિફ કંપનીઓને ટક્કર આપવા માટે ઘણા ફેરફારો પણ કર્યા છે. અગાઉની જેમ નેક્સન પણ સારા ફીચર્સ સાથે સજ્જ હતી પરંતુ હવે તેમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી વ્યૂ કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટર પણ છે. અને સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે 6 એરબેગ્સ, 9 સ્પીકર સાથે JBL ઓડિયો સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ અને ઘણું બધું છે.
નેક્સન ટર્બો પેટ્રોલ અને ડીઝલ સાથે આપવામાં આવી છે. ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ એક મોટો ફેરફાર ટર્બો પેટ્રોલ માટે પેડલ શિફ્ટર્સ સાથે 7 સ્પીડ ડીસીટીનો ઉમેરો કરવામાં આવ્યો છે.