Mahindra: મહિન્દ્રાની કારમાં પાકિંગ માટે પ્રથમવાર આવ્યું આ ફીચર, હવે રિમોટથી પાર્ક થશે તમારી કાર
Mahindra BE 6e And XEV 9e Top Features: મહિન્દ્રાએ બજારમાં બે ઇલેક્ટ્રિક કાર BE 6e અને XEV 9e લોન્ચ કરી છે. અહીં જાણો આ કારમાં ક્યા ટોપ ફીચર્સ આપવામાં આવ્યા છે. મહિન્દ્રાએ ભારતીય માર્કેટમાં બે પાવરફુલ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. લોકોની સેફ્ટી અને મનોરંજન માટે આ ઈલેક્ટ્રિક કારમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ નવી કારમાં ખાસ કરીને જ્યારે તે SUV હોય ત્યારે તે કારના ફીચર્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મહિન્દ્રાએ તેની બંને ઈલેક્ટ્રિક કારમાં ઘણા નવા ફીચર્સ સામેલ કર્યા છે.
Mahindra XEV 9eમાં ત્રણ કરતાં ઓછી સ્ક્રીન નથી. આ કારમાં મુસાફરોના મનોરંજન માટે એક અલગ સ્ક્રીન પણ આપવામાં આવી છે. આ ફીચર્સ મોટે ભાગે લક્ઝરી કારમાં જોવા મળે છે.
મહિન્દ્રાની બંને ઇલેક્ટ્રિક કાર ડોલ્બી એટમોસ સાથે હરમન કાર્ડનની 16-સ્પીકર ઓડિયો સિસ્ટમથી સજ્જ છે. આ સાથે પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાન દ્વારા આ કાર માટે સોનિક ટ્યુન બનાવવામાં આવી છે.
મહિન્દ્રાની EVમાં સેલ્ફી કેમેરાનું ફીચર પણ સામેલ છે, જેના દ્વારા ડ્રાઇવરને ટ્રેક કરવાની સાથે વીડિયો કોલ પણ કરી શકાય છે.
માર્કેટમાં આવતી ઘણી કારમાં 360-ડિગ્રી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કાર્સમાં ઓટોપાર્ક ફંક્શન આપવામાં આવ્યું છે. સાથે જ રિમોટ કંટ્રોલ પાર્કિંગ દ્વારા મુશ્કેલ સ્થળોએ વાહન પાર્ક કરી શકાય છે.
આ ઇલેક્ટ્રિક કારમાં પેનોરેમિક સનરૂફ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટ્રલ ટચસ્ક્રીન ડેશબોર્ડ જેવા ફીચર્સ છે. આ કારમાં ઇન્ફિનિટી રૂફ આપવામાં આવી છે, જેમાં એમ્બિયન્ટ લાઇટિંગને ગ્લાસ રૂફ સુધી વધારી શકાય છે.
Mahindra BE 6e રૂ. 18.90 લાખની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે Mahindra XEV 9eની કિંમત 21.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઓટોમેકર્સ માર્ચ 2025થી આ કાર્સની ડિલિવરી શરૂ કરી શકે છે.