ભારતમાં ઉપલબ્ધ એકમાત્ર ઇલેક્ટ્રિક હેચબેક: મિની કૂપર SE EV, જાણો કારની કિંમત, ફિચર્સ અને ટોપ સ્પિડ
આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રિક SUV અને સેડાન કાર જોઈ છે પરંતુ Mini Cooper SE એ એકમાત્ર ઇલેક્ટ્રિક હેચબેક છે જે તમે અત્યારે ખરીદી શકો છો. મિની કૂપર હંમેશા એક મજાની નાની કાર રહી છે જે તેના પરફોર્મન્સ અને દેખાવ સાથેની શ્રેષ્ઠ કાર છે. પરંતુ શું મિની કૂપર તેના નવા EV પાવરટ્રેન અવતાર સાથે પણ એટલી જ આનંદદાયક છે કે નહી ? અમે મિની કૂપરના આ ઈલેક્ટ્રીક અંદાજ Mini cooper SE EV મોડલનો રિવ્યુ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિઝાઇનની દ્રષ્ટિએ મિની કૂપર ઈલેક્ટ્રીક અવતારમાં તેના રાઉન્ડ એલઇડી હેડલેમ્પ્સ, યુનિયન જેક થીમ સાથે એલઇડી ટેલ-લેમ્પ્સ સાથે અન્ય કંઈપણથી વિપરીત લાગે છે. આ સાથે જ કૂપર SE EV ખાસ ગ્રિલ, પીળા લૂકમાં અને એક અલગ બમ્પર સાથે આવે છે.
વ્હીલ્સ પણ પ્લગ સોકેટ જેવા આકારના હોય જ્યારે બેટરી પેકને સમાવવા માટે આ મોડલમાં અલગ રીતે ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે છે. મિની કૂપરની આ ઈલેક્ટ્રિક કારના ઈન્ટીરીયર ઘણું કલરફુલ અને અલગ છે. આ સાથે આ નવી મિની કૂપરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. સાથે જ આ કારમાં કાચની છત, હરમન કાર્ડન ઓડિયો સિસ્ટમ, સ્પોર્ટ્સ સીટ જેવી સુવિધાઓથી સંપૂર્ણ રીતે લોડ થયેલ છે
મિની કૂપરની આ ઇલેક્ટ્રિક કારની ટોપ સ્પિડ 150 kmphની છે અને તેમાં 184 bhp સાથે 32.6kWh બેટરી પેક મળે છે. મિની ઈલેક્ટ્રિક ચલાવવા માટે ઈલેક્ટ્રિક પાવરટ્રેનમાંથી મળતા ત્વરિત પાવરથી તેની રાઈડ મજેદાર અને ઝડપી બને છે.
આ કાર ખુબ જ ઝડપી છે અને સાથે જ તેના પાવરને ધીમો કરવા માટે ખુબ સરળતાથી ટોર્ક સ્ટીયર કામ કરે છે. નાનું કદ અને પાવર ઓન ઑફર તેને ચલાવવા માટે એક મજેદાર કાર બનાવે છે અને તે જ હેન્ડલિંગ માટે પણ આ કાર ખુબ જ લાઈવ ફિલ આપે છે.
મિની કૂપર SE EVની રેન્જ બહુ મોટી નથી પરંતુ ઓફિસ ડ્રાઇવથી કામ સાથે અને ઝડપી સિટી ડ્રાઇવ માટે સિટી અર્બન ઓન્લી કાર માટે તે યોગ્ય છે. તમે આ કારને એક વખત ચાર્જ કર્યા બાદ 160 કિમી સુધી ચલાવી શકશો. જ્યારે વોલબોક્સ એસી ફાસ્ટ ચાર્જર આ કારને 2 કલાકથી થોડા વધુ સમયમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકે છે.
મિની કૂપર SE EV કાર DC ચાર્જિંગ સ્ટેશનો પર ઝડપી ચાર્જ થઈ શકે છે પરંતુ કાર માલિકો મોટે ભાગે તેને ઘરે ચાર્જ કરશે. આ મિની કૂપર મક્કમ છે અને તમને ખરાબ રસ્તાઓ લાગશે કારણ કે, આ કારનું સસ્પેન્શન આરામને બદલે હેન્ડલિંગ માટે ટ્યુન કરેલું છે. સ્ટીયરીંગ પણ ભારે છે પરંતુ તેના મનોરંજક સ્વભાવ પ્રમાણે તે બરાબર છે.
મિની કૂપર SEમાં કોમ્પેક્ટ સાઈઝ છે જે શહેરના રસ્તાઓ માટે પ્રીમિયમ રનઅબાઉટ તરીકે પરફેક્ટ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ સ્પીડ બ્રેકર્સ પરથી પસાર થવા માટે પૂરતું છે, જોકે કાર ચાલકે સાવચેત રહેવું જોઈએ. મિની કૂપર SE કારની કિંમત રૂ. 47 લાખથી વધુની છે. આ કિંમત કોઈ હરીફ વિનાની પ્રીમિયમ ઓફર છે અને જે લોકો જીવનશૈલીની પસંદગી ઈચ્છે છે તેમને આકર્ષશે. આ કાર પર્યાવરણને અનુકૂળ પણ છે.