EVs in Budget: 20 લાખથી પણ ઓછી કિંમતમાં આવશે આ ઇલેક્ટ્રિક કાર, પેટ્રોલ-ડીઝલની ઝંઝટ થશે ખત્મ
મોંઘુ પેટ્રોલ-ડીઝલ હવે ખિસ્સા પર ભારે પડી રહ્યું છે, તો તમે પણ આ ઈલેક્ટ્રિક વાહનો પર વિચાર કરીને તમારા ખિસ્સાને ઢીલા થતા બચાવી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિક બજારમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ તો તે છે MG કોમેટ. તેની એક્સ-શોરૂમ કિંમત 7.98 લાખ રૂપિયા છે. તે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
બીજા નંબરે Tata Tiago ઈલેક્ટ્રિક હેચબેક છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 8.69 લાખ એક્સ-શોરૂમ છે. તેમાં 24 kWh બેટરી પેક છે, જે 315 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.
ટાટાની ઇલેક્ટ્રિક સેડાન કાર Tata Tigor ત્રીજા નંબર પર ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક કિંમત 12.49 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. તેમાં 26kWh બેટરી પેક મળે છે, જે 315 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે.
આગામી કાર મહિન્દ્રા XUV400 ઇલેક્ટ્રિક છે, જેમાં 39.4kWh બેટરી પેક છે. જેની રેન્જ 456 કિમી સુધીની છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 15.98 લાખ રૂપિયા છે.
પાંચમા નંબરે Citroën EC3 ઈલેક્ટ્રિક કાર છે, જે રૂ. 11.50 લાખ એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. તેમાં 29.2kWh બેટરી પેક મળે છે. જેની રેન્જ 320 કિમી સુધીની છે.