Best Selling Hatchback: ટોપ 5 હેચબેક કાર, જે ગત મહિને સૌથી વધુ ખરીદવામાં આવી!
આ સમાચારમાં અમે તમને હેચબેક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું વેચાણ ડિસેમ્બર 2023માં સૌથી વધુ થયું હતું. જોકે ગયા વર્ષની સરખામણીએ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ મારુતિની સ્વિફ્ટનું છે, જેનું વેચાણ ડિસેમ્બર 2023માં 11,843 યુનિટ નોંધાયું હતું. જ્યારે ગયા વર્ષે આ આંકડો 12,061 યુનિટના વેચાણનો હતો.
મારુતિની લોકપ્રિય હેચબેક બલેનો બીજા નંબર પર છે. જેમાંથી ગયા મહિને 10,669 યુનિટ વેચાયા હતા. જ્યારે ડિસેમ્બર 2022માં આ કારના 16,932 યુનિટ વેચાયા હતા.
મારુતિ સુઝુકી વેગન-આર ત્રીજા સ્થાને છે. ગયા મહિને 8,578 યુનિટ્સ વેચાયા હતા, પરંતુ જો આપણે ડિસેમ્બર 2022ની વાત કરીએ તો કંપનીએ 10,181 યુનિટ્સ વેચ્યા હતા
આ લિસ્ટમાં ચોથું નામ Hyundaiની i10 Niosનું છે. Hyundaiએ ગયા મહિને આ હેચબેકના 5,247 યુનિટ વેચ્યા હતા. જ્યારે ગયા વર્ષે આ જ કારના 8,340 યુનિટ વેચાયા હતા.
ટાટાની ટિયાગો ગયા મહિને પાંચમી સૌથી વધુ વેચાતી હેચબેક કાર હતી. જેમાંથી ગત મહિને 4,852 યુનિટ વેચાયા હતા. જ્યારે ગયા વર્ષે આ જ સમયે આ આંકડો 6,052 યુનિટ હતો.