Luxury Car Brands: મર્સિડીઝ, BMW અથવા ઑડી, લક્ઝરી કારમાં કોણ કોના પર છે ભારે?
Top 5 Luxury Car Brands in India: ઘણી લક્ઝરી કાર ઉત્પાદક કંપનીઓ ભારતીય બજારમાં તેમની પકડ સ્થાપિત કરવામાં સફળ રહી છે. BMW થી Audi સુધીની કાર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમર્સિડીઝ બેન્ઝના ઘણા વાહનો ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Maybach, મર્સિડીઝ બેન્ઝના લક્ઝુરિયસ કારમાંની એક છે. આ લાઇન-અપના ઘણા વાહનો ભારતીય બજારમાં છે.
ભારતીય બજારમાં પણ BMW કારનો ક્રેઝ વધી રહ્યો છે. વર્ષ 2023માં BMWએ ભારતમાં 14,172 યુનિટ વેચ્યા હતા. જ્યારે વર્ષ 2022માં કંપનીએ 13,303 યુનિટ વેચ્યા હતા. વર્ષ 2022થી વર્ષ 2023 સુધીમાં કંપનીના વેચાણમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.
લોકો ઓડીની લક્ઝુરિયસ કારને લઈને પણ ઉત્સાહિત છે. નાણાકીય વર્ષ 2023-2024માં ઓડીએ તેના વેચાણમાં લગભગ 50 ટકાનો વધારો કર્યો હતો. કંપનીએ આ નાણાકીય વર્ષમાં 7,027 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. વર્ષ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ ભારતમાં 1,046 યુનિટ્સનું વેચાણ કર્યું છે.
વોલ્વો કાર શાનદાર ફિચર્સ સાથે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ ફીલ આપે છે. તેની XC90 SUV તેના લોકપ્રિય મોડલમાંથી એક છે. વોલ્વો તેની કારમાં લક્ઝુરિયસ ફીચર્સને એડ-ઓન કરતી રહે છે ભારતમાં પણ રોલ્સ રોયસ કારની ખૂબ માંગ છે. આ લક્ઝરી કારની કિંમત કરોડોમાં છે. ભારતમાં ઘણી હસ્તીઓ અને મોટા ઉદ્યોગપતિઓ પાસે આ કંપનીની કાર જોવા મળશે.