Best Mileage MPVs: તોફાની એવરેજની સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે આ મોટી ગાડીઓ, જુઓ લો ફિચર્સ ને ફોટોઝ.....

આ લિસ્ટમાં મારુતિ સુઝુકીની પ્રીમિયમ MPV XL6 નંબર વન પર છે. જે પેટ્રૉલ પર 20.97 km/l ની ARAI સર્ટિફાઇડ માઈલેજ ધરાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Top 5 MPVs in India: ભારતીય ઓટો માર્કેટમાં અત્યારે દરેક ઓટોમોબાઇલ કંપની પોતાની નવી નવી લેટેસ્ટ મૉડલની કારોને લૉન્ચ કરી રહી છે, જો તમે એક સારી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખવુ જૂરરી છે. જો તમે તમારી જરૂરિયાત મુજબ MPV એટલે કે 7-8 સીટર વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો. તેથી વધુ સારી માઇલેજ સાથે આવતા આ વાહનો તમારા માટે સારો ઓપ્શન બની શકે છે.
2/6
આ લિસ્ટમાં મારુતિ સુઝુકીની પ્રીમિયમ MPV XL6 નંબર વન પર છે. જે પેટ્રૉલ પર 20.97 km/l ની ARAI સર્ટિફાઇડ માઈલેજ ધરાવે છે. બીજીબાજુ CNG પર આની માઈલેજ 26.32 કિમી/કિલો સુધી છે.
3/6
મારુતિ સુઝુકીની Ertiga બીજા નંબર પર છે. આનું ARAI સર્ટિફાઇડ માઇલેજ 20.51 km/l સુધી છે. આ MPV CNG વેરિઅન્ટમાં ખૂબ જ પૉપ્યૂલર છે. CNG પર આની માઈલેજ 26.11 કિમી/કિલો સુધી છે.
4/6
ત્રીજા નંબરે મારુતિ સુઝુકી અર્ટિગા સાથે સ્પર્ધા કરતી MPVનું નામ છે Kia Carens. પેટ્રોલ પર આ કારની ARAI સર્ટિફાઇડ માઈલેજ 16.5 kmpl સુધી છે. ડીઝલ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો કંપની 21.5 km/l સુધીની માઈલેજનો દાવો કરે છે.
5/6
વધુ સારી માઈલેજ સાથે આવતા MPVsના લિસ્ટમાં આગળનું નામ ટોયોટા ઈનોવા હાઈક્રૉસ છે, જેના માટે કંપની પેટ્રોલ વેરિઅન્ટ માટે 16.13 km/l સુધીની માઈલેજનો દાવો કરે છે. વળી, આનું હાઇબ્રિડ વેરિઅન્ટ 23.24 km/l સુધીની માઇલેજ આપવા સક્ષમ છે.
6/6
વધુ સારી માઈલેજ સાથેની પાંચમી MPV રેનો ટ્રાઈબર છે. આ MPV દેશમાં ઉપલબ્ધ સૌથી ઓછી કિંમતની MPV છે. કંપની આ કાર માટે 20 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે.
Sponsored Links by Taboola