Toyota Rumion: ટોયોટાએ લોન્ચ કરી સૌથી સસ્તી 7-સીટર કાર, 26km એવરેજ, કિંમત જાણીને ચોંકી જશો
ટોયોટા કિર્લોસ્કર મોટર્સે આજે ભારતીય બજારમાં પોતાની સૌથી સસ્તી 7-સીટર કાર Toyota Rumionને લોન્ચ કરી છે. આ કાર મારુતિ સુઝુકીની પ્રખ્યાત MPV મારુતિ અર્ટિગા પર આધારિત છે, જેમાં ટોયોટાએ કેટલાક કોસ્મેટિક બદલાવ કર્યા છે. આ કારને કુલ 3 વેરિઅન્ટ અને 6 ટ્રિમ્સમાં રજૂ કરવામાં આવી છે, જેમાં CNG વિકલ્પ પણ ઉપલબ્ધ છે. Toyota Rumionની કિંમત 10.29 લાખ રૂપિયાથી 11.24 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppToyota Rumion કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તી 7-સીટર કાર છે અને મોટા પરિવારો માટે ખૂબ જ યોગ્ય છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેને ગ્રાહકો 11,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 11.24 લાખથી શરૂ થાય છે. જે અંગે કંપનીનો દાવો છે કે આ કાર 26 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે.
ટોયોટાનું કહેવું છે કે સંપૂર્ણ નવી ટોયોટા રુમિયનને કમ્ફર્ટ, ફિચર્સથી ભરપૂર અને પરફોર્મન્સ મેળવવા માંગતા પરિવારોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર તેની જગ્યા ધરાવતી કેબિન અને ઈન્ટિરિયરમાં મળતી અદ્યતન સુવિધાઓને કારણે ગ્રાહકોને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરશે. કંપનીએ આ કારને પેટ્રોલ એન્જિન તેમજ નિયો ડ્રાઈવ (ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર - આઈએસજી) ટેક્નોલોજી અને ઈ-સીએનજી ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે.
કંપનીએ ટોયોટા રુમિયનમાં 1.5-લિટર K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે Ertigaની જેમ જ CNG વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. પેટ્રોલ મોડમાં આ કાર 75.8 kW પાવર આઉટપુટ અને 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 64.6 kwનો પાવર અને 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
કંપનીનું કહેવું છે કે નવી નીઓ ડ્રાઈવ ટેક્નોલોજી અને E-CNG ટેક્નોલોજી આ કારની માઈલેજને વધારે છે. ટોયોટા દાવો કરે છે કે તેનું પેટ્રોલ વર્ઝન 20.51 kmplની માઈલેજ આપશે અને CNG વેરિઅન્ટ 26.11 kmpl સુધીની માઈલેજ આપશે. આ કાર પેટ્રોલ (નિયો ડ્રાઇવ) અને CNG એટલે કે ઇંધણ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે.
Toyota Rumion ને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 17.78 સેમી સ્માર્ટ પ્લે કાસ્ટ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ, 55 પ્લસ ફીચર્સ સાથે ટોયોટા i-Connect, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, લોક/અનલૉક, સ્માર્ટવોચ જેવી સુવિધાઓ મળે છે.
વાહનના હેલ્થ પર નજર રાખવાની સાથે કોઈપણ ખામી સર્જાવાના કિસ્સામાં એલર્ટ સર્વિસ કનેક્ટ જેવી સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ઓટો કોલિઝન નોટિફિકેશન, ટો એલર્ટ, ફાઇન્ડ માય કાર, પેડલ શિફ્ટર સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
આ કાર મારુતિ સુઝુકીના પ્રખ્યાત હાર્ટટેક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આમાં, મુસાફરોની સુરક્ષા માટે, ડ્યુઅલ ફ્રન્ટ અને ફ્રન્ટ સીટ સાઇડ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ ( ABD), એન્જિન ઇમોબિલાઇઝર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, હાઇ-સ્પીડ એલર્ટ સિસ્ટમ, ઇએસપી, હિલ હોલ્ડ આસિસ્ટ ફોર્સ ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રીટેન્શનર્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
(તમામ તસવીરો - www.toyotabharat.com)