કેવી દેખાય છે ટોયોટાની પ્રથમ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV, શું Hyundai Creta EV આપશે ટક્કર?
Toyota Urban Cruiser Electric Launch Date: Toyota એ વૈશ્વિક સ્તરે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ ઈલેક્ટ્રિક કાર આગામી સમયમાં હ્યુન્ડાઈ ક્રેટા ઈવીને ટક્કર આપી શકે છે. ટોયોટાએ ગ્લોબલ માર્કેટમાં અર્બન ક્રૂઝરના ઈલેક્ટ્રિક વેરિઅન્ટની ઝલક બતાવી છે. આ Toyotaની પ્રથમ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોયોટાની આ પ્રથમ EV એ વિટારાની સિબલિંગ છે. આ કાર B-સ્પોક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર આધારિત છે. અર્બન ક્રુઝર હાઈરાઈડર ભારતીય બજારમાં પહેલાથી જ સામેલ છે. મતલબ કે આ કાર ભારતમાં કોઈ અન્ય નામ સાથે આવી શકે છે.
Toyota Urban Cruiser Electric બે બેટરી પેકના વિકલ્પ સાથે આવે છે. આ વાહનમાં એક 49 kWh અને બીજા 61 kWh બેટરી પેકનો વિકલ્પ છે. તેમાં ફ્રન્ટ તેમજ ઓલ વ્હીલ ડ્રાઈવની વિશેષતા છે.
આ ઇલેક્ટ્રિક કારનો દેખાવ તેના કોન્સેપ્ટ મોડલથી થોડો અલગ છે. આ કાર પણ e Vitara કરતા એકદમ અલગ દેખાય છે. આ કારની ગ્રીલની અંદર હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે, જેના કારણે આ કારની સ્ટાઇલને અનોખી બનાવવામાં આવી છે.
આ Toyota EV ની લંબાઈ 4,285 mm છે. આ કાર 5.2 મીટરના ટર્નિંગ રેડિયસ સાથે આવે છે. કારમાં 18 કે 19 ઈંચના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ટોયોટા કારમાં ઉપલબ્ધ ફીચર વિશે વાત કરીએ તો કારમાં પાછળની બાજુએ સ્લાઇડિંગ સીટ, ADAS, 360-ડિગ્રી કેમેરા, ફિક્સ્ડ સનરૂફ અને પાવર્ડ ડ્રાઇવર સીટ જેવી સુવિધાઓ છે.
ઇલેક્ટ્રિક કાર ટચસ્ક્રીન સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી પણ સજ્જ છે. અર્બન ક્રુઝરનો લુક સાવ નવો છે. પરંતુ આ વાહનનું બી-સ્પોક પ્લેટફોર્મ તેને કિંમતમાં પ્રીમિયમ કેટેગરીમાં લાવે છે. પરંતુ ભારતમાં આ કાર સિંગલ મોટર સાથે ઓછી કિંમતની કેટેગરીમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે.
ટોયોટાની આ ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે 2025માં લોન્ચ થઈ શકે છે. આ કાર ભારતમાં લોન્ચ થનારી આગામી E-Vitara અને Creta EV સાથે સ્પર્ધા કરી શકે છે. આ કાર Mahindra BE 6 ની ટક્કર આપી શકે છે.