Unsafe Cars in India: સેફ્ટીના મામલામાં હલકી કક્ષાની છે ભારતમાં વેચાતી આ 7 કારો, આ રહી તસવીરો...........
Low Safety Rating Cars: અત્યારે ભારતીય માર્કેટમાં કેટલીય કંપનીઓની કારો લૉન્ચ થઇ ચૂકી છે. જો તમે તમારા માટે એક સારી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા સૌથી પહેલા એવી કારો વિશે જાણી લેવું જોઇએ, જે ભારતમાં વેચાઇ રહી છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ હલકી કક્ષાની છે. અહીં અમે તમને આવી સાત કારો વિશે વિશે બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં મારુતિ સુઝુકીની S-Presso કાર પહેલા નંબર પર આવે છે, GNCAP દ્વારા અપડેટ કરાયેલ કાર ક્રેશ ટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ કારને એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટી માટે 1 સ્ટાર અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રૉટેક્શન માટે 0 સ્ટાર આપવામાં આવ્યો છે.
બીજા નંબર પર આ લિસ્ટમા છે મારુતિ સુઝુકીની હેચબેક કાર ઈગ્નિસ, GNCAP સેફ્ટી રેટિંગમાં આ કારને એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટી સેફ્ટી રેટિંગમાં 1 સ્ટાર આપવામાં આવ્યો છે. વળી, ચાઇલ્ડ ઓક્યૂપન્ટ પ્રૉટેક્શન રેટિંગમાં 0 સ્ટાર આપવામાં આવ્યા છે.
મારુતિની હેચબેક કાર Wagon-R આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ કારને NCAP ક્રેશ ટેસ્ટ એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટીમાં 1 સ્ટારનો સ્કૉર કર્યો છે, વળી ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રૉટેક્શનમાં 0 સ્ટાર છે.
Renault Kwid પણ આ લિસ્ટમાં સામલે છે. રિનો ક્વિડ જેને સેફ્ટી રેટિંગ ઓછું મળ્યુ છે. તેને NCAP દ્વારા એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટી અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રૉટેક્શન બન્ને રેટિંગમાં 1-1 સ્ટારનો સ્કૉર આપવામાં આવ્યો છે.
આ લિસ્ટમાં આગળનું નામ મારુતિની બીજી હેચબેક કાર છે - મારુતિ સુઝુકી સ્વિફ્ટ. સ્વિફ્ટને ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગમાં એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટી અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રૉટેક્શન બંનેમાં 1-1 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે.
ઓછા સેફ્ટી વાળી કારોના લિસ્ટમાં મારુતિ સુઝુકી અલ્ટો K10 પણ છઠ્ઠા નંબર પર છે. આ કારને એડલ્ટ ઓક્યૂપન્ટ સેફ્ટી રેટિંગમાં 2 સ્ટાર અને ચાઈલ્ડ ઓક્યૂપન્ટ પ્રૉટેક્શનમાં 0 સ્ટાર આપવામાં આવ્યા છે.
Hyundaiની હેચબેક Grand i10 Nios પણ ઓછા સેફ્ટી વાળી કારોમાં સામેલ છે. આ કારને એડલ્ટ ઓક્યૂપેન્ટ સેફ્ટી અને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રૉટેક્શનમાં 2 સ્ટાર GNCAP સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું છે. આ કાર 2 ફ્રન્ટ એરબેગ્સ સેફ્ટી રેટિંગ સાથે આવે છે