Upcoming Cars: ભારતીય માર્કેટમાં લૉન્ચ થશે આ કારો, મહિન્દ્રા-ટાટાના ટૉપ મૉડલ છે સામેલ
Upcoming Cars in India: કેટલીય લક્ઝુરિયસ અને પાવરફુલ કાર ભારતીય માર્કેટમાં આવવાની છે. આ કારોમાં ઈલેક્ટ્રિક કાર પણ સામેલ છે. આ કારની કિંમત 10 લાખથી 30 લાખ રૂપિયાની રેન્જમાં હશે. ભારતીય બજારમાં લોન્ચ થનારી આ કારોની યાદીમાં Tata, Mahindra, Toyota, Honda અને Kiaના વાહનોનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppToyota Belta પાંચ વર્ષની વૉરંટી સાથે બજારમાં પ્રવેશ કરશે. આ કારમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ કાર આ વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ કારની કિંમત 10 લાખ રૂપિયાની રેન્જમાં હોઈ શકે છે.
2024 કિયા સોરેન્ટો આ વર્ષે ત્રણ-પંક્તિ બેઠક વ્યવસ્થા સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે. આ કાર ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે. આ Kia કારની કિંમત 25 થી 30 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
Tata curvv ev આ વર્ષે 2024ના જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ કારની કિંમત 15 થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
Honda HR-V ઓક્ટોબર મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ કારની કિંમત 15 લાખ રૂપિયાની રેન્જમાં હોઈ શકે છે.
મહિન્દ્રા 5-ડોર થાર આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થઈ શકે છે. સ્વતંત્રતા દિવસના અવસર પર કંપનીએ પહેલાથી જ પોતાના વાહનો લોન્ચ કરી દીધા છે. આ કારની કિંમત 15 થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.