ઓછા બજેટમાં બાઈક ખરીદવા ઈચ્છો છો, અહીંયા જુઓ એક લાખ રૂપિયાની રેંજમાં બાઈક
બજાજ પલ્સર 125 આ રેન્જની બાઇક છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 90,771 રૂપિયાથી શરૂ થાય છે. બાઇકમાં નિયોન સિંગલ સીટ છે. આ બાઇક કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીરો ગ્લેમરના માર્કેટમાં બે વેરિઅન્ટ છે - ન્યૂ ગ્લેમર ડિસ્ક અને ન્યૂ ગ્લેમર ડ્રમ. આ ઉપરાંત આ બંને વેરિઅન્ટમાં ત્રણ કલર ઓપ્શન પણ આપવામાં આવી રહ્યા છે. નવી ગ્લેમર ડિસ્કની એક્સ-શોરૂમ કિંમત 86,598 રૂપિયા છે. જ્યારે ન્યૂ ગ્લેમર ડ્રમની કિંમત 82,598 રૂપિયા છે.
Hero Super Splendor Xtec પણ માર્કેટમાં બે વેરિઅન્ટ ધરાવે છે, ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક. Super Splendor Xtec ડિસ્ક બ્રેકની એક્સ-શોરૂમ કિંમત 89,078 રૂપિયા છે. સુપર સ્પ્લેન્ડર Xtec ડ્રમ બ્રેકની એક્સ-શોરૂમ કિંમત 85,178 રૂપિયા છે. બંને વેરિઅન્ટમાં ચાર કલર ઓપ્શન આપવામાં આવી રહ્યા છે.
Honda SP 125 માં સંપૂર્ણ ડિજિટલ મીટર છે. બાઇકના આગળના ભાગમાં શાર્પ LED DC હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે. આ હોન્ડા બાઇકની એક્સ-શોરૂમ કિંમત 86,747 રૂપિયા છે.
શાઈન 125 પણ 1 લાખ રૂપિયાની રેન્જમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બાઇકમાં 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિન છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 79,800 રૂપિયાથી શરૂ થાય છે અને 83,800 રૂપિયા સુધી જાય છે.