ભારતમાં કેમ ધડાધડ વેચાઇ રહ્યાં છે Electric Scooters? આટલો બધો ક્રેઝ વધવા પાછળ આ પાંચ કારણો છે જવાબદાર, જાણો.....
Electric Vehicles: દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા એકદમ ઝડપથી વધી રહી છે. ભારત આ મામલામાં ખુબ આગળ છે. તમને તમારા શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતા દેખાતા હશે. મોટાભાગની કંપનીઓ પણ ભારતીય માર્કેટમાં ઓછા બજેટ અને બેસ્ટ ફિચર્સ વાળા ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરી રહી છે. જેથી વધુમાં વધુ ગ્રાહકો આકર્ષિત કરી શકે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ક્રેઝ ઝડપથી કેમ વધી રહ્યો છે. ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓછા બજેટમાં બેસ્ટ પ્રૉડક્ટ- આ સમય માર્કેટમાં તમામ એવા સ્કૂટર અવેલેબલ છે, જેની કિંમત 50 હજાર રૂપિયા સુધીની છે. એકવાર ફૂલ ચાર્જ કરીને તમે 100 કિલોમીટર સુધીનો સફર કરી શકો છો. આ સ્કૂટર લેટેસ્ટ ટેકનોલૉજી પર આધારિત હોય છે, અને કેટલાય એડવાન્સ ફિચર્સ આપવામાં આવેલા હોય છે. સામાન્ય માણસના બજેટમાં આ ફિટ બેસે છે આથી તેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.
પેટ્રૉલની ઝંઝટથી મુક્તિ- દેશમાં હાલના સમયમાં પેટ્રૉલની કિંમત આસામાને પહોંચી ચૂકી છે. કેટલાય શહેરોમાં પેટ્રૉલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર પહોંચી ચૂક્યુ છે. આવામાં ઇલેક્ટ્રિક સ્કૂટર આ લોકોના બજેટમાં ખુબ બેસ્ટ સાબિત થઇ રહ્યું છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર આનાથી લગભગ 100 કિલોમીટરનો સફર કરી શકાય છે. તમારે રોજ રોજ પેટ્રૉલ નંખાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
એર પૉલ્યૂશન રોકવામાં મદદરૂપ- દેશ અને દુનિયામાં હાલના સમયમાં એર પૉલ્યૂશન સૌથી મોટી સમસ્યા બનીને સામે આવી છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરકાર તમામ પ્રકારના પગલા ભરી રહી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનુ પણ સામેલ છે. ઇલેક્ટ્રિક વાહન નેચર ફ્રેન્ડલી હોય છે, જેનાથી પ્રદુષણથી મુક્તિ મળે છે.
એડવાન્સ ફિચર્સ- આજકાલ જે ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી રહ્યાં છે, તે શાનદાર ફિચર્સ વાળા છે. તમે સ્કૂટરથી તમારા સ્માર્ટફોનને પણ કનેક્ટ કરી શકો છો. આ ઉપરાંત વિના ચાવીએ પણ તેને સ્માર્ટ રીતે સ્ટાર્ટ કરવાથી લઇને લૉક કરવા સુધીનુ કામ કરી શકો છો.