Cars: આ દિવાળીમાં ઘરે વસાવો આ પાંચ કાર, મળી રહ્યું છે ભારે ભરખમ ડિસ્કાઉન્ટ, જુઓ......
Car Discount Offers: અત્યારે ભારતમાં દિવાળીની સિઝન શરૂ થઇ ગઇ છે, ઓટોમોબાઇલ માર્કેટમાં પણ પણ ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. આ તહેવારોની સિઝનમાં કેટલાય કાર ડીલરો તેમની મોટાભાગની લાઇન-અપ પર ખુબ આકર્ષક ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ ઓફર કરી રહ્યા છે. ગ્રાહકો આ લાભો રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બૉનસ, કોર્પૉરેટ ઑફર્સના રૂપમાં મેળવી શકે છે. આજે અમે તમને એવી કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઉપલબ્ધ છે. જેને તમે ખરીદી શકો છો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા અલ્ટ્રૉઝ ટાટાની આ પ્રીમિયમ હેચબેકના CNG સહિત મોટાભાગના વેરિયન્ટ્સ પર 30,000 રૂપિયા સુધીનું કુલ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. અલ્ટ્રૉઝ દેશની એકમાત્ર હેચબેક છે જે હજુ પણ ડીઝલ એન્જિન ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. અને અલ્ટ્રૉઝ રેન્જમાંથી પસંદ કરવા માટે આ પાવરટ્રેન છે. રાઈડ અને હેન્ડલિંગ બેલેન્સ અને સેફ્ટીના મામલે પણ અલ્ટ્રૉઝ ખુબ જ આગળ છે.
ટાટા ટિયાગો Tata Tiagoની ખરીદી પર ગ્રાહકો 40,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે, જોકે આ ઑફર માત્ર CNG વેરિઅન્ટ માટે જ ઉપલબ્ધ છે. ટિયાગો એકદમ સ્ટાઇલિશ છે, અને તેમાં રાઇડ અને હેન્ડલિંગનું શ્રેષ્ઠ સંતુલન છે. CNG વેરિઅન્ટ તેના ટ્વીન-સિલિન્ડર CNG ટાંકી લેઆઉટ સાથે આર્થિક રીતે ચાલવાની તક આપે છે.
રિનૉલ્ટ ક્વિડ Renault Kwid દેશની સૌથી લોકપ્રિય હેચબેક કાર છે. આ કાર પર લગભગ 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે 1.0-લિટર એન્જિન સાથે ઉપલબ્ધ છે. તેની SUV જેવી ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આકર્ષક સ્ટાઇલ અને સારા ઇન્ટિરિયર્સ તેને પ્રથમ વખત કાર ખરીદનારાઓ માટે વધુ સારો ઓપ્શન બનાવે છે.
હ્યૂન્ડાઇ i20 એન લાઇન હ્યૂન્ડાઇ ડીલરો પ્રી-ફેસલિફ્ટ i20 N લાઇનનો જૂનો સ્ટોક લગભગ 55,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યા છે. તેમાં અનોખી બાહ્ય સ્ટાઇલ છે, અને તેનું સ્પૉર્ટી સસ્પેન્શન અને એક્ઝૉસ્ટ નોટ તેને નિયમિત હેચબેકથી અલગ પાડે છે. i20 N Line એ પ્રદર્શન-કેન્દ્રિત હેચબેક તરીકે બજારમાં તેનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને તેનો કોઈ સીધો હરીફ નથી.
સિએટ્રૉન C3 C3 એ વિશિષ્ટ સ્ટાઇલ સાથે મોટી હેચબેક કાર છે, પરંતુ તે વધુ સુવિધાઓ પ્રદાન કરતી નથી. આ હેચબેકની સૌથી આકર્ષક બાબત તેનો ડ્રાઇવિંગ અનુભવ છે. તેમાં શક્તિશાળી પાવરટ્રેન છે. તેના તમામ વેરિઅન્ટ્સ પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.