Upcoming Cars: નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો રાહ જુઓ આવી રહ્યાં છે આ શાનદાર મોડલ્સ
જો તમે આ વર્ષે તમારા ઘરે કાર લાવવાની તૈયારી કરી છે, તો જરા રાહ જુઓ અને બજેટ બનાવી લો. કારણ કે આ વર્ષે ઓટો માર્કેટમાં ઘણી શાનદાર કાર આવવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ મારુતિ સુઝુકી ફેસલિફ્ટનું છે, જે લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ થશે. આ કાર સ્થાનિક બજારમાં લોકપ્રિય કાર છે અને તેણે 2023માં બેસ્ટ સેલિંગ હેચબેકનો ખિતાબ જીત્યો છે.
બીજી કાર Hyundai Creta ફેસલિફ્ટ છે. આના માટે વધારે રાહ જોવાની જરૂર નહીં પડે, કારણ કે તેને 16 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. આ SUVમાં ADAS અને 360 ડિગ્રી જેવા લેટેસ્ટ ટેક્નોલોજી ફીચર્સ જોવા મળશે.
ત્રીજા નંબરે મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ છે, જે આ મહિને લોન્ચ થવાની છે. મહિન્દ્રા પોતાની કારનું આ અપડેટેડ વર્ઝન લાવી રહ્યું છે. તેના એક્સટીરીયર અને ઈન્ટીરીયરમાં ઘણા બદલાવ જોવા મળશે
કંપનીએ પહેલાથી જ Kia Sonet ફેસલિફ્ટ માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં કંપની આ કારની કિંમતો જાહેર કરશે. લોન્ચ થયા પછી, તે સ્થાનિક બજારમાં મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યુ અને ટાટા નેક્સન જેવી કાર સાથે સ્પર્ધા કરશે.
મહિન્દ્રા તેની ઇલેક્ટ્રિક કાર XUV400 નું ફેસલિફ્ટ વર્ઝન પણ ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે, જે ઘણા નવીનતમ અપડેટ્સ સાથે જોવા મળશે. આ ફેરફારોમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફેરફારો સામેલ હશે.