બોલીવુડનો આ વિખ્યાત ફેશન ડીઝાઈનર સેક્સ ચેન્જ કરાવીને બની ગયો યુવતી, જાણો શું રાખ્યું નવું નામ ? દીપિકા, શ્રધ્ધા સહિતની સ્ટારનો છે ડીઝાઈનર
સાયશા ઉર્ફે સ્વપ્નિલ શિંદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનથી ઓળખાય છે. તેણે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોમાં શ્રદ્ધાના દરેક ડ્રેસ ડિઝાઇન કર્યા હતા. તે કરીના કપૂરનો નિયમિત ફેશન ડિઝાઇનર છે. આઇકા ફિલ્મ ફેસ્ટવલ માટે દીપિકાના પરિધાનો તેણે ડિઝાઇન કર્યા હતા. તેમજ હાલ રિલીઝ થયેલી લક્ષ્મી બોમ્બના કિયારાના એક ગીતના પોશાક તેણે ડિઝાઇન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાયશા ઉર્ફે સ્વપ્નિલ શિંદેએ લખેલી પોસ્ટ.
સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર સ્વપનિલ શિંદેએ નવા વરસમાં પોતાની ઓળખ બદલીને સાયશા કરી લીધી છે. સ્વપ્નિલના અનુસાર, પોતાનામાં સ્ત્રીની અનુભૂતિ ઠાંસીઠાંસીને ભરી હોવાનો અંદાજ કોલેજકાળ દરમિયાન જ આવી ગયો છે. તે પુરુષોની તરફ વધુ આકર્ષિત થતો હતો. આ વાત તેને છ વરસ પહેલા ધ્યાનમાં આવી હતી કે લોકો તેને ભલે પુરુષ સમજતા હોય પરંતુ તેની લાગણીઓ અલગ જ હતી.
સ્વપ્નિલને ધીરે ધીરે સમજ પડી ગઇ કે તેનામાં મહિલાઓના ગુણ છે. પછી એક બુધવારે તેણે પોતાની નવી ઓળખ કરી લીધી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના બદલાવની પૂરી કથની શેર કરીને પોતાનું નવું નામ સાયશા કર્યું હોવાનું પણ જણાવ્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર, સની લિયોની, દીપિકા પાદુકોણ સહિતના અનેક સેલેબ્સનો ફેશન ડિઝાઇનર સ્વપનિલ શિંદે અચાનક લાઇમલાઇટમાં આવ્યો છે. આ પાછળનું કારણ તેનું સેક્સ ચેન્જ છે.
સ્વપનિલ ઉર્ફે સાયશાએ જણાવ્યું કે, કોલેજ સમયમાં હું શરમાળ સ્વભાવનો હતો. મને આંતરિક રીતે ચિત્રવિચિત્ર લાગણીઓ થતી હતી. પછી મને ખ્યાલ આવ્યો હતો કે હું પુરુષો તરફ ખેંચામ અનુભવું છું. હું પોતાને ગે માનવા લાગ્યો હતો. પરંતુ હજી પણ હું સ્વયંને સમજી શકતો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -