Beauty Queenની ગેંગરેપ બાદ હત્યા, બાથટબમાંથી મળી લાશ
લોકો તેમના સોશિયલ મીડિયા પર ક્રિસ્ટીનની તસવીરની સાથે આ મામલે આક્રોશ ઠાલવી રહ્યા છે. #justiceforchristinedacera લખીને ન્યાયની માંગણી કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App23 વર્ષની ક્રિસ્ટીન મકાતી શહેરની ફોર સ્ટાર હોટલના બાથરૂમ બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ક્રિસ્ટીનના શરીરને ઘણા ઘા મળી આવ્યા છે. ઘણી તીક્ષ્ણ વસ્તુઓથી તેના પર પ્રહાર કરવામાં આવ્યો હોવાની અપેક્ષા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અટોપસી રિપોર્ટ બાદ આ કેસ અંગે હજી ઘણાં વધુ ખુલાસો થઈ શકે છે.
ફિલીપાઇન્સની બ્યૂટી ક્વીન ક્રિસ્ટીન એંજેલિકા ડેકોરા હોટલના બાથરૂમમાં બાથટબમાંથી મૃત મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ ક્રિસ્ટીન સાથે ગેંગ રેપ બાદ હત્યાની વાત સામે આવી રહી છે.
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
પોલીસની કહેવા મુજબ તેમને 11 લોકો પર શંકા છે, જેમાંથી 3 લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. અન્ય લોકોને શોધવા ટીમ બનાવી છે. ફિલીપાઇન્સમાં આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ક્રિસ્ટીન દવાઓ શહેરમાં જન્મી છે. તે 2017ની મિસ સિલ્વા દવાઓની રનરઅપ રહી ચુકી છે. ઉપરાંત મટિયા એનજી દાવો 2019ની ફાઈનલિસ્ટ પણ રહી ચુકી છે. હાલ તે ફિલીપાઇન્સ એરલાઇન્સમાં ફ્લાઇટ અટેંડેંટ તરીકે કામ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -