કોરોનાને ફેલાતો રોકવા માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી, જાણો રિસર્ચમાં શું થયો મોટો ખુલાસો
પ્રોફેસર કૃષ્ણા કોટાએ કહ્યું, ફેસ માસ્ક પહેરવાથી સંતોષજનક સુરક્ષા મળશે પરંતુ પૂરી રીતે નહીં. તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બિલકુલ સામ-સામે વાતચીતથી બચવું જોઈએ. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિસર્ચમાં થયેલા ખુલાસા મુજબ એક છીંક 200 મિલિયન સુક્ષ્મ વાયરસના કણો ઉપર લઇ શકે છે. વાહક કેટલો બીમાર છે તેના પર આ વાત નિર્ભર છે. સંશોધન મુજબ, ફેસ માસ્ક વગર અસંખ્ય ડ્રોપલેટ્સ અતિસંવેદનશીલ વ્યક્તિમાં ટ્રાન્સફર થતાં હોવાનું સામે આવ્યું હતું.
સાદા કાપડનું માસ્ક, બે સ્તરીય કપડાનું માસ્ક, ભીનું બે સ્તરીય કપડાનું માસ્ક, સર્જિકલ માસ્ક અને એન-95 માસ્ક એમ પાંચ અલગ અલગ પ્રકારના માસ્ક પર પરીક્ષણ કરાયું હુતું. જેમાં સાબિત થયું કે, દરેક માસ્ક ડ્રોપ્લેટની મોટી માત્રાને રોકવામાં સક્ષમ છે. પરંતુ છ ફૂટથી ઓછું અંતર ડ્રોપ્લેટનું નાનું કણ પણ બીમાર કરવા પૂરતું છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ છીંક ખાય ત્યારે જો છ ફૂટનું અંતર ન હોય તો ચેપ લાગવાની શક્યતા વધી ગઈ હતી.
ન્યૂ મેક્સિકો સ્ટેટ યૂનિવર્સિટીના શોધકર્તા પ્રોફેસર કૃષ્ણા કોટાએ કહ્યું, નિશ્ચિત રીતે માસ્ક મદદ કરે છે. પરંતુ લોકો એકબીજાની વધારે નજીક હોય તો કોરોના વાયરસ ફેલાવાનું કે વાયરસથી સંક્રમણની આશંકા હોય છે. તેથી કોવિડ-19નો ફેલાવો રોકવા માટે માસ્કની સાથે સોશિયલ ડિસ્ટેંસિંગની પણ જરૂર છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-19ને ફેલાતો અટકાવવા માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી. સંશોધનકર્તાએ 5 પ્રકારના માસ્કમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને કોરોનાના કણનું પરીક્ષણ કર્યુ હતું. રિસર્ચમાં થયેલા ખુલાસા મુજબ, માસ્કથી દરેક સામગ્રીના પરીક્ષણમાં ડ્રોપલેટની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છ ફૂટથી ઓછું અંતર બીમારીનું સંભિવત કારણ બની શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -