ટીમ ઈન્ડિયાએ મેદાન પર સેલિબ્રેટ કર્યો મયંક અગ્રવાલનો બર્થ ડે, જુઓ તસવીરો

1/3
મેચ ડ્રો જાહેર થયા બાદ મેદાન પર જ ભારતીય ટીમે મયંક અગ્રવાલના બર્થ ડેનું સેલિબ્રેશન કર્યુ હતું. બીસીસીઆઈ દ્વારા ટ્વિટ કરીને જાહેર કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે, સાથી ખેલાડીઓએ તેના મોં પર કેક લગાવી દીધી હતી. જે બાદ તેણે તસવીરો પણ પડાવી હતી.
2/3
ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલનો આજે બર્થ ડે છે. ન્યૂઝીલેન્ડ XI સામે રમાયેલી ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. બીજી ઈનિંગમાં દિવસે ભારતે 4 વિકેટના નુકસાન પર 252 રન કર્યા ત્યારે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. મયંક અગ્રવાલ 99 બોલમાં 81 રન બનાવી રિટાયર્ડ થયો હતો. રિષભ પંતે 65 બોલમાં 70 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 39 રનનું યોગદાન આપ્યું હતું.
3/3
રિષભ પંત અને પૃથ્વી શૉએ મયંક સાથે ખાસ સેલિબ્રેશન કર્યુ હતું. મયંક અગ્રવાલ ભારતીય ટીમ તરફથી 9 ટેસ્ટ રમ્યો છે. જેમાં 13 ઈનિંગમાં 67.1ની એવરેજથી 872 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 3 સદી અને 3 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 243 રન છે. આ મહિને તેણે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં વન ડે ડેબ્યૂ કર્યુ હતું. ત્રણ મેચની સીરિઝમાં તે માત્ર 36 રન બનાવી શકયો હતો.
Sponsored Links by Taboola