Crime: પહેલા મા-બાપનું ખૂન કર્યું, ચાર વર્ષ લાશો સાચવી રાખી, પૈસા ઉડાવ્યા ને.... બહુજ ડરાવણી છે આ છોકરી
Crime Story: એવું કહેવામાં આવે કે માણસ માણસનો દુશ્મન છે, તો કદાચ ઘણા લોકો તેની સાથે સહમત થશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુનેગાર લોકોના જીવન અને સંપત્તિનો દુશ્મન હોઇ છે, પરંતુ જો પરિવારના સભ્યો જ પરિવારના સભ્યોના જીવના દુશ્મન બની જશે તો શું થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના છે બ્રિટનની એક ખૂની છોકરીની, જેણે પોતાના માતા-પિતાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહોને ઘરની અંદર છુપાવી દીધા હતા. આ અપરાધીનું નામ 36 વર્ષીય વર્જિનિયા મેકકુલો છે અને તેને ખુદ પોતાના માતા-પિતા 70 વર્ષીય જોન મેકકુલો અને 71 વર્ષીય લોઈસ મેકકુલોની હત્યા કરી હતી.
નવાઈની વાત એ છે કે હત્યા બાદ વર્જિનિયા ચાર વર્ષ સુધી તેના માતા-પિતાના મૃતદેહો સાથે એક જ ઘરમાં રહેતી હતી. જાણે બધું સામાન્ય છે. આ છોકરીએ ધીમે ધીમે તેના માતાપિતાને જૂન 2019 માં ઝેર આપીને મારી નાખ્યા. કોર્ટે વર્જિનિયાને આજીવન કેદની સજા સંભળાવી છે, જેમાં તેણે 36 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.
સપ્ટેમ્બર 2023 માં આ સમગ્ર ઘટનામાં એક ફેમિલી ડૉક્ટરને શક થયો. કેમકે વર્જિનિયાના માતાપિતા લાંબા સમયથી તેના દર્દીઓ હતા. વર્જિનિયાના માતા-પિતાએ આ ડૉક્ટરને ત્યાં લાંબા સમયથી ન તો કોઈ એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા હતા કે ન તો દવાઓ માટે ફોન કરી રહ્યા હતા. જ્યારે ડૉક્ટરને શંકા વધુ ઘેરી બની તો તેને એસેક્સ કાઉન્ટી કાઉન્સિલની સુરક્ષા ટીમને જાણ કરી હતી.
આ પછી જ્યારે પોલીસે તપાસ શરૂ કરી અને વર્જિનિયાની કડક પૂછપરછ કરી તો વર્જિનિયાનું ડરામણું સત્ય સામે આવ્યું. ચાર વર્ષ સુધી તે તેના માતા-પિતાના પેન્શન ફંડમાંથી ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવતી રહી અને સંબંધીઓ પાસેથી તેમના નામે પૈસા ઉછીના લેતી રહી.
વર્જિનિયાએ ખુલાસો કર્યો કે તેણે તેના માતા-પિતાની હત્યા કરી અને તેમના મૃતદેહોને ઘરમાં છુપાવી દીધા હતા. વર્જિનિયાને આ અંગે કોઈ અફસોસ નથી. તેણીએ કહ્યું કે હું જાણતી હતી કે એક દિવસ એવો આવશે જ્યારે મને સજા થશે. તેણે બેડની નીચે અને અલમારીની અંદર મૃતદેહો સંતાડી દીધા હતા.