આ પોલીસ કરી ચૂક્યો છે 200 યુવતીઓની હત્યા, લિફ્ટ આપ્યા પછી યુવતીઓ સાથે શું કરતો એ જાણીને થથરી જશો..
તમે ભારતમાં ઘણા સિરિયલ કિલર વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે પરંતુ શું તમે દુનિયાના સૌથી ખતરનાક સિરિયલ કિલર વિશે વાંચ્યું છે. આ સીરિયલ કિલર અત્યાર સુધીમાં 200થી વધુ મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે. રશિયામાં તે એકમાત્ર વ્યક્તિ છે જેને બે વખત આજીવન કેદની સજા થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીરિયલ કિલરનું નામ મિખાઇલ પોપકોવ છે. તે અગાઉ રશિયામાં પોલીસ વિભાગમાં પોસ્ટેડ હતો. આટલી બધી હત્યાઓ કરવા પાછળ તેણે કોર્ટમાં વિચિત્ર તર્ક આપ્યો હતો. મિખાઇલે કોર્ટને કહ્યું કે તે શહેરમાંથી ગંદકી સાફ કરી છે. આ મહિલાઓને તેમના અનૈતિક વર્તન માટે સજા કરવામાં આવી છે અને મને તેનો જરાય અફસોસ નથી.
રિપોર્ટ્સ અનુસાર મિખાઇલ મહિલાઓને ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરતો હતો. હત્યા દરમિયાન તે તેમના પર કુહાડી, હથોડી અને છરી વડે અનેકવાર હુમલો કરતો હતો. હત્યા કર્યા બાદ તે લાશને જંગલમાં ફેંકી દેતો હતો અને જાતે તપાસ કરવા જતો હતો. તેણે લગભગ 2 દાયકા સુધી પોતાના વતન અંગારસ્કમાં આ બધી ઘટનાઓને અંજામ આપ્યો. કારણ કે તે પોલીસમાં પોસ્ટેડ હતો એટલે કોઈને તેના પર શંકા નહોતી.
પોલીસને પૂછપરછ દરમિયાન મિખાઇલે જણાવ્યું કે તે થોડા દિવસો સુધી ક્લબ અને બારમાં ફરતો હતો. આ પછી તે મહિલાઓને નિશાન બનાવીને પોતાની કારમાં લિફ્ટ આપતો હતો. ત્યારપછી તેમને ક્યાંક લઈ જઈને દુષ્કર્મ ગુજારતો અને બાદમાં હત્યા કરી દેતો હતો.
મિખાઇલ લાંબા સમય સુધી પોલીસને ચકમો આપતો રહ્યો, પરંતુ એક કિસ્સામાં તેણે ભૂલ કરી. પોલીસને મૃતક મહિલા પાસે મિખાઇલની કારના વ્હીલના નિશાન મળ્યા હતા. આ પછી પોલીસને શંકા ગઈ અને મિખાઈલનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. જેંમાં તેણે ઘણી સ્ત્રીઓની હત્યા કરી હોવાનું સામે આવ્યું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે અત્યાર સુધીમાં 200થી વધુ મહિલાઓની હત્યા કરી હતી.
પોલીસને મિખાઈલ વિરુદ્ધ પુરાવા મળ્યા તો તરત જ તેની ધરપકડ કરવામાં આવી. 2015 માં, ત્યાંની સ્થાનિક કોર્ટે તેને 22 મહિલાઓની હત્યા માટે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. તેણે 1992 થી 2010 વચ્ચે આ હત્યાઓ કરી હતી. આ સિવાય અન્ય કેટલાક કેસમાં પણ તેને આજીવન કેદની સજા થઈ છે.