એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બહાર પડી ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ સંસ્થામાં જૂનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 02 એપ્રિલ 2024થી શરૂ થશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 1 મે 2024 છે.
આ ભરતી ડ્રાઈવ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કુલ 490 જગ્યાઓ ભરશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા સિવિલ, ઇલેક્ટ્રિકલ, આર્કિટેક્ચર અને અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરનારને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. આ માટેની ફી 300 રૂપિયા રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને ફી ચુકવણીમાં મુક્તિ આપવામાં આવી છે.