Bank Jobs 2024: બાયોડેટા તૈયાર રાખો! સરકારી બેંકમાં નોકરી મેળવવાની તક, આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થશે
આ ભરતી અભિયાન દ્વારા બેંકમાં કુલ 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 25 જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) ગ્રેડ C અને 31 જગ્યાઓ મેનેજર ગ્રેડ B માટે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAGM ગ્રેડ C માટે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. જ્યારે મેનેજર ગ્રેડ B માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોવો જોઈએ.
જાહેરાત અનુસાર AGM પદ માટે વય મર્યાદા 28 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે મેનેજર માટે 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત વર્ગ માટે ફી 200 રૂપિયા રાખવામાં આવી છે.
અરજી કરવા માટે પાત્ર ઉમેદવારો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 સુધી આઈડીબીઆઈ બેંકની અધિકૃત વેબસાઇટ www.idbibank.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.