Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Bank Jobs 2024: બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, તરત જ કરો અરજી
Bank of Baroda Jobs 2024: જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડા (BOB) દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ બેન્કમાં 160 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભરતી અભિયાન દ્વારા બેન્ક ઓફ બરોડામાં કુલ 168 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં રિલેશનશિપ મેનેજર, ક્રેડિટ એનાલિસ્ટ, સિનિયર મેનેજર અને અન્ય પોસ્ટનો સમાવેશ થાય છે.
ઉમેદવારો આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની તેમની યોગ્યતા તપાસવા માટે સત્તાવાર સૂચનાની મદદ લઈ શકે છે.
આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 600 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ચૂકવવામાં મુક્તિ આપવામાં આવી છે.
અગાઉ આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2, જૂલાઈ હતી. પરંતુ તારીખ 12 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી.
ઉમેદવારો બેન્કની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in પર જઈને આ ભરતી માટે અરજી કરી શકે છે.