Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Jobs 2024: બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
બેન્ક ઓફ બરોડા (Bank of Baroda Recruitment 2024) માં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે અને તમે બેન્કમાં કામ કરવા ઇચ્છુક છો, તો તમે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકો છો. બેન્ક ઓફ બરોડાએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્ક ઓફ બરોડાની આ ભરતી દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાનું વિચારી રહ્યા છે તેઓ 11 ઓક્ટોબર અથવા તે પહેલા અરજી કરી શકે છે.
બેન્ક ઓફ બરોડા ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, બેન્ક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે નિવૃત્ત બેન્ક કર્મચારીઓ અને યુવા ઉમેદવારો માટે વય મર્યાદા 65 વર્ષ છે.
બેન્ક ઓફ બરોડાની આ ભરતી દ્વારા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરાયેલ વ્યક્તિઓને નિયત સમયે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
જે ઉમેદવારો બેન્ક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરી રહ્યા છે, તેઓએ નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરીને તમામ સંબંધિત દસ્તાવેજો સાથે અહી આપેલા સરનામે મોકલવાનું રહેશે. સરનામું: પ્રાદેશિક મેનેજર, બેન્ક ઓફ બરોડા, સાબરકાંઠા પ્રાદેશિક કચેરી, બીજો માળ પરફેક્ટ એવન્યુ, શામળાજી હાઇવે રોડ, સહકારી જિન, હિંમતનગર- 383001