BEL Recruitment 2025: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 55,000 રૂપિયા સુધી મળશે પગાર
BEL Recruitment 2025: જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી સાથે સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે.
પ્રતિકાત્મક તસવીર
1/5
BEL Recruitment 2025: જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી સાથે સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ પ્રોજેક્ટ એન્જિનિયર સહિત અનેક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ 20 મે 2025થી અરજી કરવાનું શરૂ કરી દીધું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 જૂન 2025 છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને ભરતી માટે અરજી કરી શકે છે.
2/5
આ ભરતી દ્વારા કુલ 28 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો નીચે લાયકાત અને અન્ય પાત્રતા સંબંધિત વિગતો જોઈ શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં BE અથવા B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. ડિગ્રી માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ.
3/5
આ જગ્યાઓ માટે અરજી કરવાની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, SC, ST, OBC અને PWD ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપલી ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પ્રોજેક્ટ એન્જિનિયર-1: દર મહિને 40,000 રૂપિયા, પ્રોજેક્ટ એન્જિનિયર-2: દર મહિને 45,૦૦૦ રૂપિયા, પ્રોજેક્ટ એન્જિનિયર-3: દર મહિને 50,000 રૂપિયા, પ્રોજેક્ટ એન્જિનિયર-4: દર મહિને 55,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
4/5
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેમાં સફળ થનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ પછી અંતિમ પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
5/5
ઉમેદવારો પહેલા BEL ની સત્તાવાર વેબસાઇટ bel-india.in પર જાવ. હવે ઉમેદવારો હોમ પેજ પર “Recruitment” વિભાગ પર જાવ. સંબંધિત ભરતીની લિંક ખોલો અને ત્યાં આપેલી સૂચનાઓ વાંચો. હવે ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો. જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો. આ પછી ઉમેદવારોએ અરજી ફી જમા કરાવવી જોઈએ. હવે ઉમેદવારોએ ફોર્મ સબમિટ કરવું જોઈએ. છેલ્લે ઉમેદવારોએ ફોર્મનું પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખવું જોઈએ.
Published at : 28 May 2025 11:07 AM (IST)